આપણા દેશમાં મોઢાના કેન્સરના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. પરંતુ જો તમને લાગે કે માત્ર તમાકુ ખાનારાને જ મોઢાનું કેન્સર થાય છે, તો એવું નથી, મોઢાનું કેન્સર કોઈને પણ થઈ શકે છે અને તેનું સૌથી મોટું કારણ રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી છે.
જો તમારા શરીર માં આ લક્ષણો દેખાય તો સાવચેત રહેજો
મોઢાના કેન્સરની શરૂઆત, ગાલના અંદરના ભાગમાં ચાંદા અને ફોલ્લાથી થાય છે. મોઢામાં ચાંદા લાંબા સમય સુધી રહે છે અને હોઠ ફાટેલા અને ઘા સરળતાથી સારા ન થવા જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. કેન્સરની શરૂઆત મોંની અંદર સફેદ ફોલ્લા કે નાના ચાંદાથી થાય છે. જો લાંબા સમય સુધી મોઢાની અંદર સફેદ ડાઘ, ઘા, ફોલ્લા અને ચાંદાનું રહેવું વગેરે કેન્સર થવાનું કારણ છે. સાથે સાથે જો મોઢા માંથી દુર્ગંધ આવવી, અવાજ મા ફેરફાર થવો, અવાજ બેસી જવો, લાળ સાથે વધારે પ્રમાણમાં લોહી આવવું મોઢાના કેન્સરમાં ઘા, સોજો, રક્તસ્ત્રાવ, માથામાં દુખાવો થવો જેવા લક્ષણો મોઢાના કેન્સર થવાના કારણ છે.
કોને-કોને આ કેન્સર થવાનું જોખમ વધારે છે.
મોઢાનું કેન્સર થવાનું જોખમ વધારે છે, જે લોકો ધૂમ્રપાન અને અન્ય વ્યસનો જેવા કે ગુટકા, પાનમસાલા, દારૂ પીનારા વગેરે લોકોને મોઢાનું કેન્સેર થાય છે. મોઢાનું કેન્સેર મોઢાની અંદર ગમે ત્યાં જેમ કે,જીભ, દાંતની જડો, હોઠ જેવા મોઢાની અંદર ગમે ત્યાં થઇ શકે છે. સામાન્ય રીતે મોઢાનું કેન્સર નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે થાય છે. આ સિવાય મોઢાની યોગ્ય રીતે સફાઈ ન કરવાને કારણે લાંબા ગાળે મોઢાનું કેન્સર થઇ શકે છે. આ રોગ થવાનો ભય એવા લોકોને સૌથી વધુ છે, જે તમાકુ અથવા તમાકું સંબંધિત વસ્તુઓ ખાય છે જેમ કે, બીડી, સિગારેટ, દારૂ જેવી વસ્તુઓના સેવનને કારણે કેન્સરનું જોખમ રહેલું છે.
આ બાબતોનું ધ્યાન રાખો
જો મોઢું, હોઠ કે જીભ પર કોઈ ઘા કે ફોલ્લા હોય તો તરત જ ડોક્ટરને બતાવો. જો કેન્સર પ્રથમ તબક્કામાં જણાય તો તેની સારવાર શક્ય છે. આ સિવાય કોઈ લક્ષણો ન હોય તો પણ આ બાબત નું ધ્યાન રાખવું.
બીડી,સિગરેટ અને દારૂ વગેરે નું વ્યસન કરવું નહીં.
દાંત અને મોઢાનું નિયમિતપણે બે વાર સાફ કરવા જોઈએ. જો તમને કોઈ ફેરફાર દેખાય છે, તો તરત જ ડોક્ટરની સલાહ લેવી અને જરૂરી ઉપાય કરવા અને જંક ફૂડ,તૈલી ફૂડ, કોલ્ડ્રીંક વગેરે જેવી, તૈયાર વસ્તુઓ ખાવી ન જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.