ભારતીય સમય પ્રમાણે (According to Indian time) આજે સાંજે 7:30 વાગ્યે મહાસંગ્રામ એટલે કે, ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચેની મેચ (Match) ની શરૂઆત થશે. આવા સમયમાં આ મોટી ગેમ પર સૌ કોઈની નજરો રહેલી છે ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા તૈયાર છે. જ્યારે પાકિસ્તાનની ટીમ આ વખતે બાબર આઝમ (Babar Azam) ની આગેવાનીમાં રમી રહી છે.
ટીમના એક સૂત્રએ કહ્યું હતું કે, મેચમાં ટીમ વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓની સાથે રમાશે. જો ત્યાં કોઈ ફિટનેસ સમસ્યા નથી, તો બાદમાં જે ટીમ પ્રેક્ટિસ મેચમાં જશે ત્યારે જ ભારત સામે મેદાનમાં ઉતરશે. સૂત્રનાં જણાવ્યા મુજબ, પ્લેઇંગ-11માં બાબર આઝમ, મહોમ્મદ રિઝવાન, ફખર ઝમા,મહોમ્મદ હફીઝ,શોએબ મલિક તથા આસિફ અલીને તક મળી છે.
ટીમ ઇન્ડિયા મજબૂત, પાકિસ્તાન પણ તૈયાર:
ભારતીય ટીમ આ મહામુકાબલા માટે બધી જ રીતે તૈયાર રહેલી છે ત્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા આ વર્લ્ડકપને જીતાડવા ઇચ્છશે. સુપર-12 રાઉન્ડના આ મુકાબલાથી પહેલા ભારતે 2 વૉર્મ-અપ મેચ રમ્યા હતા, જેમાંથી બન્નેમાં જીત થઈ હતી. ભારતે ઑસ્ટ્રેલિયા તથા ઈંગ્લેન્ડની ટીમને હાર આપી હતી. આવામાં ટીમ ઇન્ડિયા પુરા જોશથી પાકિસ્તાન વિરૂદ્ધ મુકાબલામાં મેદાનમાં ઉતરશે.
જો પાકિસ્તાનની વાત કરીએ તો 2 વૉર્મ-અપ મેચમાં એક મેચ જીત્યું તેમજ બીજી હાર્યું હતું. સાઉથ આફ્રિકાની ટીમે પાકિસ્તાનને મ્હાત આપી હતી. જ્યારે પાકિસ્તાને એખ મેચમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું પણ બાબર આઝમની ટીમ માટે ભારતીય ટીમને હરાવવી સહેજ પણ આસાન નહીં હોય.
ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન:
વર્ષ 2007માં ભારતની જીત, વર્ષ 2007 માં ભારતની જીત, વર્ષ 2012 માં ભારતની જીત, વર્ષ 2014 માં ભારતની જીત, વર્ષ 2016 માં ભારતની જીત થઈ હતી. આજે વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત(વિકેટ કીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચન્દ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી સામેલ છે.
ભારત વિરૂદ્ધ મેચ માટે પાકિસ્તાનની ટીમ:
આ ટીમમાં બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, શાહીન આફરીદી, હસન અલી, હરીસ રઉફ, હૈદર અલી સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.