Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: તારક મહેતા કા ઉલટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)માં પાત્ર ‘જેઠાલાલ(Jethalal)’ના નામે ઘરે-ઘરે જાણીતા દિલીપ જોશી સહપરિવાર પ્રમુખ સ્વામી નગરમાં આવી પહોંચ્યા હતા. અહીં તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવવા માટે ખૂબ જ મોટા સ્કેલ પર આયોજન કરવામાં આવ્યું છે અને જેનું મેનેજમેન્ટ વર્લ્ડ ફેમસ છે એવી BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીના 1 મહિના સુધી આ મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવતા કહ્યું કે, અહીં સુંદર બાળ નગરી અને ગ્લો ગાર્ડન પણ છે. આજે અહીં મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીમાં હાજરી આપવાનો મોકો મળ્યો તેનો મને ખુબ જ આનંદ છે. હું મારા પરિવાર સાથે મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યો છું.
વધુમાં જેઠાલાલે જણાવતા કહ્યું હતું કે, હું ફેબ્રુઆરી-2008માં સત્સંગમાં જોડાયો હતો અને 28 જુલાઈ, 2008માં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની શરૂઆત થઈ હતી. આથી જેઠાલાલનું માનવું છે કે, આ બાપાની પ્રસાદીની સીરિયલ છે, જેમણે મને આ સીરિયલ અપાવી છે. આ બાપાનો ચમત્કાર જ છે કે, 14 વર્ષથી આ સિરીયલ ચાલી રહી છે અને ટોપ-10માં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, અમારી સીરિયલના પ્રોડ્યૂસર આસિત મોદીએ પણ તીથિ અનુસાર, 1 ડિસેમ્બરના રોજ પ્રમુખ સ્વામીનો જન્મદિન હતો, ત્યારે તારક મહેતાના એક એપિસોડમાં જન્મ શતાબ્દી વિશે માહિતી આપતો એક સીન ઉમેરવમાં આવ્યો હતો. જણાવી દઈએ કે, આસિત મોદીએ પણ સુંદર રીતે બાપાના જન્મોત્સવની જાહેરાત તારક મહેતા કા ઉલટા ચશ્માના એપિસોડમાં કરી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું; “પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્ય…”
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લોકો હરિભક્તો અને અનેક લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઐતિહાસિક કાર્યક્રમનો હું સાક્ષી બન્યો છું. ઐતિહાસિક પ્રસંગે સત્સંગી બનવાનો મને મોકો મળ્યો છે. આ કાર્યક્રમ દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. અહી સંકલ્પોની ભવ્યતા છે. આ કાર્યક્રમ વિરાસતને ઉજાગર કરે છે. યુએનમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ મનાવાયો છે.
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, મહંતસ્વામીના આશીર્વાદથી એટલું મોટું ભવ્ય આયોજન વિશ્વને પ્રભાવિત કરશે. આવનારી પેઢીને પ્રભાવિત કરશે. મારા પિતા તુલ્ય પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા વિશ્વથી બધાં આવશે. યુનોએ શતાબ્દી ઊજવી તે બતાવે છે કે સ્વામીજીના વિચાર સાર્વભૌમિક છે. નગરમાં સમૃદ્ધ સંત પરંપરા. કોઈ પંથ માટે નહીં વસુધૈવ કુટુમ્બકમ ભાવના અહીં દેખાય છે. નાનપણમાં સ્વામીના દર્શનથી સારું લાગતું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.