હવે પોતાની કાર લેવાનું સપનું થશે પૂરું, 70 હજારમાં ઘરે લઇ આવો નવી નક્કોર કાર

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. મોટાભાગના લોકોને પોતની કાર લેવાનું સપનું હોય છે ત્યારે હાલમાં આવા લોકોની માટે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે.…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. મોટાભાગના લોકોને પોતની કાર લેવાનું સપનું હોય છે ત્યારે હાલમાં આવા લોકોની માટે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. કાર કંપનીઓ ગ્રાહકોને ફાઇનાન્સ પર કારની ખરીદી કરવાનો વિકલ્પ આપતા હોય છે. 

આવા સમયમાં ગ્રાહકોએ ખુબ ઓછું ડાઉન પેમેન્ટ આપવાનું રહેતું હોય છે ત્યારે તેમને કાર તેમના નામે મળતી હોય છે. ફાઇનાન્સ પર કારની ખરીદી કરવી તે લોકોની માટે એક ઉત્તમ વિકલ્પ છે કે, જે એક સમયે તમામ રકમ ચૂકવીને કારની ખરીદી કરવામાં અસમર્થ હોય છે.

આવા સમયે તમે પણ ફાઇનાન્સ પર કારની ખરીદી કરવાનું વિચારી રહ્યા હો તો તમે 71,000 રૂપિયાના ડાઉન પેમેન્ટ આપીને કારનું હોન્ડા અમેઝ (ઇ પેટ્રોલ) મોડલની ખરીદી કરી શકો છો. આ કારની કુલ કિંમત માત્ર 7,11,101 રૂપિયા છે. ફક્ત 71,000 રૂપિયાના ડાઉન પેમેન્ટ આપી તમે 5 વર્ષ માટે કુલ 6,40,101 રૂપિયાની લોન લઇ શકો છો.

આ લોનની રકમ પર 9.8% વ્યાજ દર લાગુ થશે ત્યારે કુલ 8,12,220 રૂપિયા ચૂકવવા પડશે કે, જેમાં વ્યાજ માત્ર 1,72,119 રૂપિયા હશે. આ દરમિયાન દર મહિને કુલ 13,537 રૂપિયાની EMI ચૂકવવી પડશે ત્યારે EMI બોજો હળવો કરવા માંગતા હો તો તમે કારને 7 વર્ષ માટે ફાઈનાન્સ પણ લઇ શકો છો.

જયારે કુલ 8,87,040 રૂપિયા ચૂકવવા પડશે કે, જેમાં વ્યાજ કુલ 2,46,939 રૂપિયા રહેશે. આ દરમિયાન, તમારે દર મહિને 10,560 રૂપિયાની EMI ચૂકવવી પડશે. આ 5 સીટર કાર છે. જેમાં તમને 1.2 એલ 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે. જેમાં તમને 1999 CC એન્જિન મળશે. આની સાથે 88.76 bhp નો પાવર તેના દ્વારા જનરેટ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *