એક શાળામાં એક નવી 30 થી 32 વર્ષની એક શિક્ષિકા ની ભરતી થઇ. એ શાળા ફક્ત છોકરીઓની જ હતી. એ શિક્ષિકા દેખાવ માં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નોહતા કર્યા. બધી છોકરીઓ એની આજુ બાજુ ઘૂમ્યા કરતી. અને એક જ પ્રશ્ન કરતી કે, “મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? તમે તો એટલા સુંદર છો કે તમને તો કોઈ પણ વ્યક્તિ હા પાડી દે!”
શાળાની છોકરીઓ અવારનવાર શિક્ષિકાને આ સવાલો કરતી હતી, પછી એક વાર આ શિક્ષિકાએ બધી છોકરીઓને પાસે બોલાવી કહ્યું કે, “એક સ્ત્રીને 5 દીકરીઓ હતી પણ એકય દિકરો ના હતો. એટલે એ સ્ત્રીથી તેનો પતિ ખુબ નારાજ હતો. ભગવાનની કૃપાથી એ સ્ત્રી ફરી પ્રેગ્નેન્ટ થઇ, એટલે એના પતિએ કહ્યું કે જો આવનારું બાળક પણ છોકરી જ હશે? તો એને હું બહાર રસ્તા માં છોડી આવીશ એનો તેનો હું સ્વીકાર નહિ કરું.”
પણ કહેવાય છે ને કે “જે કરે એ બધું ભગવાન જ કરે”. એ સ્ત્રીને ફરી એકવાર બાળકીને જ જન્મ આપ્યો, એટલે તેના પતિએ એ બાળકીને ગુસ્સામાં આવીને છોકરીને ગામ માં થોડે દૂર રસ્તાના ચોક માં મૂકી આવ્યો. પણ કહેવાય છે ને કે “મા તે મા” એ સ્ત્રી આખી રાત એ બાળકીની સલામતીની ભગવાન પાસે પ્રાથના કરતી રહી. સવાર થતા તેનો પતિ તે ચોક બાજુ જાય પણ તે બાળકી ત્યાને ત્યાજ રહી, આવું ચાર થી પાંચ દિવસ ચાલ્યું, રોજ બાળકીનો બાપ ત્યાં પસાર થાય અને તે બાળકી ત્યાને ત્યાજ પડી હોય, કોઈ પણ તેને ત્યાંથી લઇ નહોતું ગયું.
છેવટે આ ભાઈએ થાકીને ભગવાનની મરજી સમજીને એ છોકરીને પોતાની દીકરી બનાવી પાછી રાખી લીધી. થોડા સમયબાદ એ સ્ત્રી ફરીએકવાર ગર્ભવતી બની, અને આ વખતે ભગવને તેમની ઇચ્છા અનુસાર એક દીકરાને જન્મ આપ્યો. પણ સાથે-સાથે દીકરાના જન્મ પછી તેની સૌથી મોટી દીકરીનું મોત થઇ ગયું. ત્યારબાદ એ સ્ત્રીને 3 બીજા દીકરાઓ આવ્યા, અને આ વખતે પણ એવું જ થયું, જેમ જેમ દીકરાઓ જન્મ લેતા જાય, તેમ તેમ એક પછી એક દીકરીઓ મરતી જાય.
હવે એ સ્ત્રીને 4 દીકરા અને માત્ર ૧ જ દીકરી રહી. અને એ દીકરી એ હતી કે થોડા વર્ષો પહેલા તેના જ પિતા તેને ગામથી થોડે દુર ચોક પણ મૂકી આવ્યા હતા. અને આ દીકરીને પોતે સ્વીકારવા નહોતા માંગતા. થોડો સમય જતા એ સ્ત્રી એટલે કે 4 દીકરા અને 1 દીકરીની માતા એ સ્ત્રી મૃત્યુ પામી. અને હવે ઘરમાં 4 દીકરા અને 1 દીકરી થઇ ગઈ. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ બધા જ મોટા થતા ગયા.
પછી એ શિક્ષિકા બધી જ બાળકીઓને જણાવતા કહે છે કે,”તમને ખબર છે કે એ છોકરી કોણ હતી જે બચી ગઈ હતી?, એ હું જ હતી. અને મે એટલે લગ્ન નથી કર્યા કે કે મારા પિતા હવે વૃદ્ધ થઇ ગયા છે, અને એ અત્યારે થોડું પણ કામ કરી શકતા નથી. એટલે આખું ઘર અત્યારે મારી કમાણી ઉપર જ ચાલી રહ્યું છે. અને અત્યારે હું જ મારા પિતાની સારસંભાળ રાખી રહી છું. એનું એક જ માત્ર કારણ છે કે આજે મારા 4 ભાઈઓ માંથી એક પણ ભાઈ પાસે આજે તેમના પિતા માટે આજે સમય નથી. જેમ-જેમ દીકરાઓને સમજણ આવતી ગઈ તેમ તેમ તે તેઓની દુનિયામાં જતા ગયા, અને છેવટે મારા બધા જ ભાઈઓ પિતાને તેમની હાલત પર મુકીને પોત-પોતાના ઠેકાણે પડી ગયા.”
અને સાથે-સાથે જણાવતા કહે છે કે,” પપ્પા આજે દુઃખી થઇ ને મને કહે છે કે દીકરો મેળવવા માટે મે તને આટલી બધી તકલીફો આપી મને આ વિચાર અને આ કામથી હું શર્મિન્દગી અનુભવું છું”. દીકરી એ દિકરી છે એની તોલે કોઈ ન આવી શકે. દીકરો કદાચ મા બાપ ને છોડી દેશે પણ દીકરી આખરી દમ સુધી મા-બાપ નો સાથ નહીં છોડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news