ગ્રામ તલાટી મંત્રીઓની રજૂઆત ત્રણ વર્ષથી રાજ્ય સરકાર ન સાંભળતી હોવાથી ઉતરશે આંદોલનના રસ્તે

Published on: 6:04 pm, Mon, 13 September 21

સુરત(Surat): સુરત જીલ્લા તલાટી-કમ-મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે સુરત કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહા મંડળની તારીખ 07-09-2021 ના મળેલી કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારશ્રીમાં પડતર પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળની વારંવારની રજૂઆતો છતાં પણ કોઇ ઉકેલ ન આવતા ઉપરોક્ત કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી-કમ-મંત્રી મહામંડળ દ્વારા તારીખ 07-09-2021નાં રોજ તલાટી-કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં કરવાના થતા વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ છે.

જેમાં જણાવ્યા મુજબ આજરોજ 13-09-2021 એ તને આવેદન પાઠવીને અમારી કેડરના પડતર પ્રશ્નો બાબતે સરકાર શ્રી દ્વારા હકારાત્મક નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે.

1. સને 2004/05 ની ભરતી ના તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા બાબત, 2.તારીખ:01-01-2016 બાદ મળવાપાત્ર પાત્ર પ્રથમ/દ્વિતીય પગાર ધોરણ મંજૂર કરવા બાબત, 3. તલાટી કમ મંત્રીને વી.અધિકારી સહકાર તથા વી.અધિકારી આંકડામાં પ્રમોશન આપવા અંગે, 4. મહેસૂલી તલાટી ને પંચાયત તલાટી મંત્રી માં મર્જ કરવા બાબત, 5. સને 2006 માં ભરતી થયેલ તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા બાબત.

6.E-TAS કે અન્ય ઉપકરણથી તલાટી મંત્રીની ફરજ પરની હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવા બાબત. 7. આંતર જિલ્લા ફેરબદલી બાબતે, 8.પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અંગે, 9. તલાટી મંત્રી ઓની ફરજ મોકુફી બાબત, 10. તલાટી મંત્રી ઉપર ફરજ દરમ્યાન થતા હુમલા બાબતે, 11. તલાટી મંત્રીનું નવું મહેકમ મંજૂર કરી એક ગામ એક તલાટી મંત્રીની નિમણૂક કરવા અંગે.

જો નીચે આપવામાં આવેલા પ્રશ્નો વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો રાજ્યના તમામ તલાટી મંત્રી તબક્કાવાર કાર્યક્રમો યોજી અંતમાં સંપૂર્ણ કામગીરીનો બહિષ્કાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.