જો તમારા ફોનમાં પણ આ ફોટો છે તો ખાસ વાંચો આ હકીકત- “ગુજરાતમાં લોકડાઉનની વાત માત્ર અફવા”

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશવાસીઓ lockdown લાગશે કે નહીં તે બાબતે ચિંતા કરી રહ્યા છે. ત્યારે ખોટી ખબરો ફેલાવનારા અને ટીખળખોરો પણ પોતાની હરકતોથી આમ જનતાને પરેશાન કરવાનું બાકી રાખતા નથી.

આજે વોટ્સએપ અને ફેસબુકમાં સતત એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કહેવાયું છે કે, “આપાતકાલીન નોંધ, રાજ્યમાં covid 19 ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધારો થઈ રહેલો હોય અને સરકાર દ્વારા હાલ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું હોય પણ આ બાબતે કોઈ નક્કર પરિણામ ની આશા ના હોય હાલ ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના છ મોટા શહેરોમાં 11 એપ્રિલ થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ lockdown કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાથે સાથે આ કાગળ માં lockdown થનાર શહેરોના નામ પણ લખવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ભાવનગર સુરત નો સમાવેશ થાય છે. સાથે સાથે આ પરિપત્ર માં એવું પણ લખાયું છે કે, lockdown દરમિયાન માત્ર આપાતકાલીન સેવાઓ શરૂ રહેશે તથા શહેરમાં પ્રવેશ અને નિષેધ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ની પરવાનગી લેવી જરૂરી રહેશે. lockdown દરમિયાન દર્શાવેલ શહેરોમાં નિયમોનું સારી રીતે પાલન થાય તેની જવાબદારી જે તે શહેરના એસપી ડીવાયએસપી ની રહેશે.”

આ પરિપત્ર ની તપાસ કરતા કેટલાક પોલીસકર્મીઓ અને ટેલિફોનિક વાતચીત થી સરકારી તંત્ર અને કલેકટર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે આ પરિપત્ર પાયા વિહોણો અને ખોટો છે આ પરિપત્ર કોણે વાયરલ કર્યો અને આ પાછળનો શું દેશ છે તેની જાણકારી મેળવવા માટે આ કૃત્ય કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી પણ નોંધવામાં આવી શકે છે.

ગુજરાતમાં હાલની સ્થિતિએ કોઈ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી. આવા લેટર પેડ પર ફરતો થયેલો પત્ર બનાવટી છે અને મહામારીમાં અજંપો ફેલાવી અંધાધૂંધી સર્જવાના હેતુથી સોશિયલ મીડિયામાં ફરતો કરાયો છે. જેમના હસ્તાક્ષર છે એ ACS Home પંકજકુમાર કોરોનાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે.

ત્રિશુલ ન્યુઝ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરતાં સ્પષ્ટ થયું કે આ માત્ર એક અફવા છે. ઉલ્લેખનીય છે કે આજે બપોરે રાજકોટ પહોંચેલા વિજય રૂપાણી lockdown થશે કે નહીં તે બાબતના પત્રકારના સવાલના જવાબમાં જવાબ આપ્યો હતો કે, lockdown કરવું જરૂરી નથી આપણે સાવચેતી રાખવાની જરૂર છે. સાથે જ ગઇકાલે પ્રધાનમંત્રી મોદીએ પણ lockdown નહીં થાય તે બાબતે સ્પષ્ટ કરી દીધું હતું. જેથી હવે lockdown લાગવાની સંભાવનાઓ ખુબ ઓછી છે અને આ પરિપત્ર ખોટો અને પાયાવિહોણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *