IAS Officer News: 2004ની સાલમાં આવેલી ખૌફનાક સુનામી તો તમને યાદ જ હશે, જેમાં તમિલનાડુ નો કિચનકુપ્પમ કસબો સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો હતો. તે સમયે (IAS Officer News) નાગપટ્ટીનમના કલેકટર રહેલા ડોક્ટર જે રાધાકૃષ્ણનને કાટમાળમાં મીના નામની એક બાળકી રડતી મળી હતી, જેને રેસ્ક્યુ કર્યા બાદ નાગપટ્ટીનમના અન્નાઈ સત્ય સરકારી બાળ આશ્રમમાં રાખવામાં આવી હતી. 21 વર્ષ બાદ હવે તે બાળકી મોટી થઈ ગઈ છે, જેના લગ્ન હાલમાં જ ડોક્ટર રાધાકૃષ્ણનએ કરાવ્યા છે. હૃદય સ્પર્શી આ કહાની તેમણે પોતે જ instagram પર શેર કરી છે.
સુનામી બાદ મળ્યું નવું જીવન
26 ડિસેમ્બર 2004ના રોજ આવેલી વિનાશકારી હિંદ મહાસાગર સુનામીએ તમિલનાડુના નાગપટ્ટીનમ જિલ્લામાં તબાહી મચાવી હતી, જેમાં 6,000 થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી આફત વચ્ચે ડોક્ટર જે રાધાકૃષ્ણન જેવો તે સમયે નાગપટ્ટીનમ જિલ્લાના કલેક્ટર હતા. તમને કાટમાળમાંથી એક નાની બાળકી મળી હતી, જે રડી રહી હતી. તે બાળકીનું નામ મીના હતું, જેને ત્યારબાદ અન્નાઈ સત્ય સરકારી બાળ આશ્રમમાં રાખવામાં આવી હતી. જોકે ડોક્ટર રાધાકૃષ્ણન અને તેની પત્ની કૃતિકાએ મીનાની દેખભાળ ચાલુ રાખી હતી અને ત્યારે તેને એકલી પડવા દીધી ન હતી.
View this post on Instagram
આઈએએસ અધિકારીનો પ્રેમ બન્યો પ્રેરણાદાયી
મીનાએ સખત મહેનતથી અભ્યાસ કર્યો અને નર્સ બની. આ સફરમાં ડોક્ટર રાધાકૃષ્ણન હંમેશા તેની સાથે ઉભા રહ્યા. ત્યાં સુધી કે તેમની બદલી થયા બાદ પણ તેમણે મીનાના અભ્યાસની કાળજી લીધી હતી. જ્યારે મીનાના લગ્નનો સમય આવ્યો, તો તેમણે પોતાના જીવનના આ ખાસ અવસરે પોતાના પિતા સમાન ડોક્ટર રાધાકૃષ્ણને યાદ કર્યા. આ જાણી આઇએએસ અધિકારીએ નાગપટ્ટીનમ પહોંચી, જાતે લગ્ન સંપન્ન કરાવવાનો નિર્ણય લીધો.
ઈમોશનલ પોસ્ટે ઇન્ટરનેટ પર જીત્યા દિલ
ડોક્ટર રાધાકૃષ્ણનએ પોતાના instagram એકાઉન્ટમાં લગ્નની તસવીરો પોસ્ટ કરી અને મીનાના બાળપણની કેટલીક તસવીરો અપલોડ કરી હતી. તેમણે લખ્યું કે નાગાપટ્ટીનમમાં એક હૃદય સ્પર્શી પુનર્ મિલન. મીના અને મણીમારાનના લગ્ન સમારોહમાં જઈ આનંદ થયો. સુનામી બાદ નાગપટ્ટીનમના બાળકો સાથે અમારી યાત્રા હંમેશા આશાઓથી ભરેલી રહી છે. આ અમારા માટે ખુશીની ક્ષણો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App