તેલ ભરેલું ટેન્કર પલટી જતા ડોલ-તગારા જે મળે તે લઈને લુંટવા પંહોચી ગયા ગામલોકો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના બાંદા (Banda) માં સતના રોડ પર સરસવના તેલનું ટેન્કર અચાનક ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગયું. જોકે, આ અકસ્માત (Accident)માં ડાઇવર અને ખલાસી માંડ માંડ બચ્યા હતા. પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેલનું ટેન્કર પલટી જવાની જાણ થતાં જ આસપાસના લોકો હાથમાં ડોલ, ટાંકી, ડ્રમ અને અન્ય વસ્તુઓ લઈને સ્થળ પર પહોંચી ગયા અને ટેન્કરમાંથી સરસવનું તેલ કાઢવા લાગ્યા હતા.

આ ઘટના શુક્રવારે મોડી રાત્રે લગભગ 11.30 વાગ્યે બની હતી. આ અકસ્માત મહેન્દ્રગઢ-દાદરી હાઈવે પર પાલી ગામ પાસે થયો હતો. ટ્રક ચાલકે માલિક અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ ડાયલ 112 આવ્યા બાદ પણ ગ્રામજનોએ તેલ કાઢવાનું ચાલુ રાખ્યું હતું. ટેન્કર ખાલી ન થાય ત્યાં સુધી સેંકડો લોકો તેલ વહન કરતા રહ્યા.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં દુર્ઘટના થઈ છે ત્યાંથી સતના જવા માટે ફોર લેન રોડ શરૂ થાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સાઈન બોર્ડ નથી જેના કારણે બહારના લોકો અકસ્માતનો ભોગ બને છે. મળતી માહિતી મુજબ ટેન્કરમાં 28 ટન તેલ હતું. જેની કિંમત લગભગ 43 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ડ્રાઇવરના જણાવ્યા મુજબ, બે વાહનો અચાનક આવી જવાને કારણે ઓઇલ ભરેલું આ ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી ગયા બાદ આસપાસના ગ્રામજનોને જ્યારે તેની જાણ થઈ ત્યારે તેઓએ તેમાંથી તેલ કાઢવાનું શરૂ કર્યું હતું. આ અંગે અમે પોલીસ અને ટેન્કર માલિકને પણ જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *