ટાન્ઝાનિયાનો એક ખાણિયો રાતોરાત કરોડપતિ બની ગયો છે, તેણે ટાન્ઝાનિયામાં અત્યાર સુધીમાં મળી આવેલા બે સૌથી મોટા રફ રત્ન ખાણકામ કરીને શોધ્યા છે, જેને સરકારે 20 પાઉન્ડ (9 કિલો) અને 11 પાઉન્ડ (5 કિલો) વજનના કિંમતી પત્થરોની ખરીદી $ 3.4 મિલિયનમાં કરી છે. બે શ્યામ જાંબલી-વાદળી રત્નએ તેને રાતોરાત કરોડપતી બનાવી દીધો છે. જે અંદાજે 25 કરોડ ભારતીય રૂપિયા જેટલા થાય છે.
તાંઝાનિયાની સરકાર આ રતનને સંરક્ષિત કરશે કારણ કે તે ભાગ્યે જ મળે છે. આ અંગેની ઘોષણા કરતી વખતે ખનીજ પ્રધાન ડોટો બિટ્કોએ જણાવ્યું હતું કે, “અમે આજે કેશ ટ્રાન્સફરની સુવિધા માટે જાહેરમાં કરારો પર હસ્તાક્ષર કરી રહ્યાં છીએ … અને સરકારે સ્વીકાર્યું કે લાઇઝર એક નવા અબજોપતિ છે.”
આ મોટી રકમ સાથે તે શું કરવાની યોજના ધરાવે છે તે વિશે લેઝરએ કહ્યું કે તે પોતાના સમુદાય માટે એક શોપિંગ મોલ અને એક શાળા ખોલવા માંગે છે. તેમણે કહ્યું કે, આજે મને જે નાણાં મળ્યા છે, તે હું તેને વધુ વિકાસ પ્રવૃત્તિઓમાં ફાળવીશ.
#TANZANIA: A miner, Saniniu Laizer has turned into an overnight billionaire after selling two Tanzanite gemstones he found for TZs 7.7 Billion.
Both stones have a total weight of 15 Kgs.
According to the government, Laizer’s Tanzanites are the biggest ever found in the country. pic.twitter.com/vy61nAsEpL
— Tanzania Updates (@TanzaniaUpdates) June 24, 2020
તાંઝાનિયાના રાષ્ટ્રપતિ જ્હોન મગુફુલિએ સનિની લાઇઝરને અભિનંદન આપ્યા. આ પથ્થર એવા સમયમાં મળી આવ્યા છે, જ્યારે નિષ્ણાતો માને છે કે આવનારાં 20 વર્ષમાં આ પથ્થર પૂરી રીતે સમાપ્ત થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news