સ્વામી બાપાની એક મુલાકાત અને બદલી ગયુ તાંઝાનિયાના યુવકનું જીવન- સેવા કરવા પહોચી ગયો શતાબ્દી મહોત્સવમાં

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની અમદાવાદના ઓગણજ નજીક ભવ્યાતિભવ્ય શાનદાર ઉજવણી થઈ રહી છે. મહત્વનું છે કે, 600 એકર વિસ્તારમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે. 30 દિવસ સુધી ચાલનારા આ ભવ્ય જન્મશતાબ્દી મહોત્સવમાં અનેક હરિભક્તો ખડેપગે સેવા આપી રહ્યા છે અને આ સાથે શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશના હરિભક્તો પણ સેવામાં આવી રહ્યા છે.

ત્યારે આ શતાબ્દી મહોત્સવમાં સેમસી ઓમાની નામનો યુવક દારે સલામ તાંઝાનિયાથી એક મહિના માટે પ્રમુખસ્વામી શતાબ્દી મોહત્સવમાં પોતાના કરતબ રજૂ કરવા માટે આવ્યો છે. જણાવી દઈએ કે, યુવકની સાથે નવ લોકોની ટીમ નગરમાં દરરોજ અવનવા કરતબ રજૂ કરવાના છે. એક્રોબેટ્સના જુદા જુદા પરફોર્મન્સ દ્વારા લોકોને પોતાની કળા નગરમાં આવનાર તમામ લોકો સામે રજૂ કરવાના હોય છે.

અમે તમને જણાવી દઈએ કે, ઇસ્ટ આફ્રિકાના તાંઝાનિયા દેશમાંથી આવેલો સેમસી ઓમાની તેની ટીમ સાથે યોગા, જીમનાસ્ટિક અને બેલેન્સિંગ જેવા કરતબ રજૂ કરી રહ્યા છે. ત્યારે એક મહિનો આ ટીમ નગરમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ તો સેમસી ઓમાની નામના યુવકની વાત કરવામાં આવે તો 1999માં આ યુવક પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજની મુલાકાત થઇ હતી. બાપા સાથેની આ એક મુલાકાતે યુવકનું જીવન જ બદલી નાખ્યું છે. પોતાની મૂળ રહેણી કહેણી છોડી અને સાથે જ યુવકને જે વ્યસન હતું તે છોડી દીધું છે.

મહત્વનું છે કેમ ખાસ તો દરરોજ ખાવામાં આવતા નોનવેજ અને દારૂનું સેવન મૂકીને યુવક શાકાહારી બન્યો અને દરરોજ પીવામાં આવતી સિગારેટને પણ યુવકે લાત મારી દીધી છે અને આ બદલાવ માત્ર પ્રમુખસ્વામી મહારાજ સાથે થયેલી મુલાકાતને કારણે યુવક પોતે એક અલગ પ્રકારની જ શાંતિનો અનુભવ કરી રહ્યો છે. આ યુવકના ગ્રુપ મયોટો અને થિયેટર અને ગેલેરી થકી આ ગ્રુપ પોતાનાં જુદા જુદા પરફોર્મન્સ દરરોજ નગરમાં લોકો સામે રજૂ કરે છે.

જો વાત કરવામાં આવે તો આમ નગરમાં માત્ર પ્રદર્શન અને બાળનગરી સિવાય અન્ય એવા લોકો પણ આવ્યા છે જે લોકો ભારતના નથી પણ માત્ર એકવાર પ્રમુખસ્વામી મહારાજને મળ્યા અને આખું જીવન બદલાય ગયું. સેમસી ઓમાનીની ભાષા આફ્રિકન છે અને તે ગુજરાતી ભાષા સમજી શકતો નથી. પરંતુ એક બાપાની નજર પડતાં જ સમગ્ર જીવનનો સાર જાણે એક નજરમાં આ તાંઝાનિયાનો યુવક સમજી ગયો. ત્યારે તે પ્રમુખસ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજને રાજીપો મળે અને ખાસ પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા માટે આ યુવક હજારો કિલોમીટર દૂરથી પ્રમુખસ્વામી નગરમાં સેવા આપવા માટે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *