ગુજરાતમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાના કેસમાં ખૂબ મોટો ઘસફોટ થયો છે. પોલીસ તપાસમાં પાકિસ્તાનના ફેઝલાબાદ આર્મી કેન્ટોન્મેન્ટનું કનેક્શન સામે આવ્યુ છે. હવે આ કેસમાં વધુ મદદ માટે સેન્ટ્રલ એજન્સીની મદદ લેવામાં આવે તેવી પણ વિગતો સામે આવી રહી છે.
70 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી
આ સમગ્ર કેસમાં ગુજરાત પોલીસે દિલ્હી પોલીસના સંપર્કમાં રહીને તપાસ હાથ ધરી હતી. અમદાવાદની ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજના આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કેન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયો સહિત 36 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે તેની તપાસ કરતા વર્ચ્યુઅલ આઈડીથી મેઈલ મોકલ્યાનો ખુલાસો થયો છે. તેમાં ISIના તૌહીદ લિયાકતના (tauheed liayakat) નામે ID બનાવી મેઈલ કરાયા હતો. આ સાથે જ તપાસમાં બહાર આવ્યું હતું. બીજું હમાદ જાવેદ નામ પણ બહાર આવ્યું જે ભારત વિરુદ્ધ ટિપ્પણીઓ પણ કરે છે. અલગ અલગ સોશિયલ મીડિયામાં બીજા નામ પણ છે.બીજી એજન્સીને પણ તપાસમાં આ નામ બહાર આવ્યું હતું. આ ઇમેલ mail.ru પાકિસ્તાનથી મોકલ્યા હતા.
ISI ની સંડોવણી ચોંકાવનારો ખુલાસો
અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે. દિલ્હીની એજન્સીઓ સાથે હજી કોઈ વાત થઈ નથી. ગુજરાતમાં મતદારોમાં ડર ઉભો કરવા આવું કરવામાં આવ્યું તેવું કહી શકાય છે. આ મામલે હવે સોશિયલ મીડિયા અને ટેકનિકલ ટીમ તપાસ કરશે, અલગ અલગ એજન્સીઓ તપાસ કરશે અને રશિયન ડોમેઇન ઉપયોગ કરવામાં આવ્યો હતો. ISIના તૌહીદ લિયાકતના નામે આઈડી બનાવી મેઈલ કરવામા આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાઓને પણ આ જ પ્રકારે ધમકીભર્યા ઇમેઇલ કરાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસ સમગ્ર મામલાની હજું ઉંડી ચપાસ કરી રહી છે.
ભય ફેલાવવાના ઉદ્દેશ સાથે ઇમેઇલ કરાયો હોવાનો ખુલાસો
સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો તો એ થયો છે કે સ્કૂલોમાં ધમકીભર્યા મેઇલ થકી ચૂંટણીમાં ડર ફેલાવવાનો પાકિસ્તાની જાસૂસી સંસ્થાનો ઈરાદો હતો.વોટિંગ ઓછું થાય તે માટે ષડયંત્ર હતુ. અમદાવાદની 36 સ્કૂલોમાં ધમકીભર્યા ઈમેઈલ મોકલાવા મામલે પાકિસ્તાનની ફૈસલાબાદના આર્મી કેન્ટોમેન્ટના તાર ખુલ્યા છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સના ઓફિસરનું નામ બદલીને વર્ચ્યુલ આઈડીથી મેઈલ મોકલાતા હતા.
આ આરોપી માત્ર ભારત વિરોધી પ્રવુતિઓ કરે છે
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે કહ્યું કે અમદાવાદ શહેરમાં કુલ 36 શાળાઓમાં ઈમેલ આવ્યા હતા . તમામ શાળાઓમાંથી કોઈ વસ્તુ મળી આવી નથી તેમણે કહ્યું કે પાકિસ્તાનથી આ તમામ ઈમેલ આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઇન્સ્ટા અને ટ્વીટર પર પણ એ વ્યક્તિએ આ તમામ માહિતી મૂકી હતી. અન્ય એજન્સીઓ માધ્યમથી પણ તેના નામનો ખુલાસો થયો છે. તેમણે કહ્યું કે ફેઝલાબાદ ખાતેથી આર્મી કન્ટેન્ટમેંટ ખાતે થી મેઈલ આવ્યાની જાણકારી મળી છે. તોહિદ લિયાકત નામની ઓળખથી અને સાથે અન્ય એક ઓળખ હમાદ જાવેદ નામની ઓળખ ધારણ કરી હતી. આ આરોપીની નામ અન્ય એક એજન્સી દ્વારા હનીટ્રેપ માં પણ ખૂલ્યું હતું . હાલમાં સ્ટેટ IB, સેન્ટ્રલ IB, ATS, NTRO અને RAW સાથેની એજન્સીઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. આરોપીએ સોશિયલ મીડિયામાં ભારત વિરોધી વિડિયો પણ મુક્યા છે. આ આરોપી માત્ર ભારત વિરોધી પ્રવુતિઓ કરે છે. શાળાઓમાં ધમકી મળી હતી જેમાંથી કેટલીક શાળાઓમાં મતદાન માટે મથક પણ હતા લોકોમાં ભય રહે અને વોટ કરવા ના જાય આ ઈ મેઈલ કરવાનો એક હેતુ હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App