રેલ્વે(Railways) એ ભારત(India)માં એક મહત્વપૂર્ણ પરિવહન સેવા છે. દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. પરંતુ આજે પણ રેલવેમાં એક એવું પાસું છે જે અંગ્રેજોના કબજામાં છે. કેટલાક એવા રેલવે ટ્રેક છે જેના પર ભારત આજે પણ અંગ્રેજોને ટેક્સ ચૂકવે છે. આ તે ટ્રેક છે જેના પર ભારત બ્રિટિશ(British) લોકોને ટ્રેન ચલાવવા માટે ચૂકવે છે. તો ચાલો જાણીએ કે, ભારતને આઝાદીના આટલા વર્ષો પછી પણ ટેક્સ કેમ ભરવો પડે છે.
અંગ્રેજોએ બનાવેલા સિગ્નલ આજ પણ છે
આ રેલ્વે માર્ગ પર સિગ્નલ બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યા હતા. અહીં દોડતી શકુંતલા એક્સપ્રેસ ટ્રેનમાં દરરોજ હજારો લોકો મુસાફરી કરે છે.
આજે પણ છે અંગ્રેજોનો કબજો
અમરાવતી માર્ગ પર હજુ પણ બ્રિટિશ કંપનીનો કબજો છે. આ માર્ગની જાળવણીની જવાબદારી પણ તેમની છે. આજે પણ ટેક્સ ભર્યા બાદ પણ આ ટ્રેકત અત્યંત જર્જરિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 60 વર્ષથી ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે આ ટ્રેક પર ચાલતા JDM સીરીઝના ડીઝલ એન્જિનની સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાક છે.
કપાસ માટે શરૂ કર્યો હતો રૂટ
અમરાવતી તેના કપાસના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતું છે. આ માર્ગ અંગ્રેજો દ્વારા મુંબઈ બંદર સુધી કપાસના પરિવહન માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે ખાનગી કંપનીઓ રેલવે લાઇનનું કામ કરતી હતી.
શકુંતલા રેલવે રૂટ
અમરાવતી, મહારાષ્ટ્રમાં રેલવે ટ્રેક માટે ભારત બ્રિટિશ કર ચૂકવે છે. આ રૂટ પર દોડતી શકુંતલા એક્સપ્રેસને કારણે આ રૂટને શકુંતલા રેલ રૂટ કહેવામાં આવે છે. આ રૂટની શરૂઆત બ્રિટિશ કંપની ક્લિક નિક્સ દ્વારા 1903માં કરવામાં આવી હતી. આ કામ વર્ષ 1916માં પૂર્ણ થયું હતું. આ કંપની સેન્ટ્રલ પ્રોવિન્સ રેલ્વે કંપની તરીકે ઓળખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.