2019નો ચૂંટણી પ્રચાર હવે ચોકીદાર શબ્દની આસપાસ ફરી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રેલવેની શતાબ્દી ટ્રેનમાં પીરસવામાં આવેલી ચાના કપ પર પણ મેં ભી ચોકીદાર..નો નારો લખેલો જોવા મળતા કેટલાકે હંગામો કર્યો હતો. એક વ્યક્તિએ આ બાબતની ફરિયાદ કર્યા બાદ રેલવે દ્વારા આ કપ પાછા ખેંચી લેવામાં આવ્યા છે.રેલવે દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ચા પીરસનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
જોકે ચૂંટણી આયોગ હાલના તબક્કે આ મુદ્દા પર મૌન છે.આયોગનુ કહેવુ છેકે, કપને રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી.આ કપ એક એનજીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.આ પહેલા એર ઈન્ડિયાની ટિકિટ પર પીએમ મોદીની તસવીરોને લઈને ચૂંટણી પંચને ફરિયાદ થઈ હતી.એ પછી ચૂંટણી પંચે નોટિસ ફટકારી હતી.