ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકને લીધે શિક્ષકનું મોત, મોબાઇલમાં રેકોર્ડ થઈ ગઈ સમગ્ર ઘટના

દેશમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી ગયા બાદ છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર નાખીએ તો જણાય છે કે દેશના વિવિધ ભાગમાં હાર્ટ એટેક ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કાયમ સોશિયલ મીડિયા પર એવા વાયરલ વિડીયો જોવા મળે છે જેમાં ક્યારેક ડાન્સ કરતી વખતે, જીમમાં કસરત કરતી વખતે, બસમાં મુસાફરી કરતી વખતે તેમજ ગ્રાઉન્ડ પર રમતી વખતે તો ક્યારેક ક્યારેક તો ડ્રાઇવિંગ કરતી વખતે જ હાર્ટ એટેક ની ઘટનાઓ સામે આવી છે. આ વખતે પણ એવું જ કંઈક થયું છે . આ ઘટના ગુજરાતના સુરત શહેરમાં આવેલા રાંદેર સુલતાનિયા જીમખાના મેદાનની છે.

ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાર્ટ એટેકથી મોત
આ વિડીયો સુરતના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી સામે આવ્યો છે જે ડરાવનારો છે. સુરતના એક નામચીન શિક્ષક પોતાની જાતે જ ક્રિકેટ પીચ પાસે અચાનક ઢળી પડે છે અને તેનું મૃત્યુ થાય છે. જ્યારે તને હોસ્પિટલ લઈ જવામાં આવે છે તો ખબર પડે છે કે તેમનું હાથ એટેકને કારણે મૃત્યુ થયું છે. જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાને ગ્રાઉન્ડ પર રહેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે આ મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને લઈને લોકોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મેચ દરમિયાન તમામ ખેલાડીઓ સાથે ભેગા મળી એક બીજા સાથે કયા પ્લાનિંગ થી રમવું તેની વિશે ચર્ચા કરી રહ્યા હતા.

ડોક્ટરે મૃત જાહેર કર્યો
જ્યારે ખેલાડીઓ અંદરો અંદર ચર્ચામાં વ્યસ્ત હતા એ દરમિયાન જ પીચ નું નિરીક્ષણ કરી રહેલા મકસુદ અહમદ ભાઈ બુટવાલા જે એક શિક્ષક છે અને સુરતમાં ખૂબ પ્રખ્યાત છે તે અચાનક ક્રિકેટની પીચ પર જ પડી જાય છે. જણાવી દઈએ કે ગ્રાઉન્ડમાં પડતાની સાથે જ તેમનું મૃત્યુ થઈ જાય છે. જેવા આ શિક્ષક ગ્રાઉન્ડ પર ઢળી પડે છે તો આજુબાજુ અફરાતા ફ્રી નો માહોલ છવાઈ જાય છે. ત્યારબાદ તેમને ઉતાવળે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં તેમને ડોક્ટર મૃત જાહેર કરે છે. તમને જણાવી દઈએ કે મકસુદ અહેમદ ને મોન્ટુ ભાઈ ના નામે શહેરમાં ઓળખવામાં આવતા હતા. તેઓ ટ્યુશન ક્લાસ ચલાવવા સાથે સાથે સમાજસેવાનું પણ કાર્ય કરતાં હતાં.