એશિયા કપમાંથી સ્વેચ્છાએ બહાર થઈ શકે છે ટીમ ઇન્ડિયા, જાણો કારણ

Team India may voluntarily withdraw from Asia Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની તમામ ટુર્નામેન્ટમાંથી અનિશ્ચિત સમય માટે બહાર રહેવાનો નિર્ણય લીધો છે. BCCI (Team India may voluntarily withdraw from Asia Cup)કપ 2025 ના આગામી સંસ્કરણમાંથી ખસી જવાનો વિચાર કરી રહ્યું હોવાના અહેવાલ છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI એ ACC ને આવતા મહિને શ્રીલંકામાં યોજાનાર મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં યોજાનાર પુરુષ એશિયા કપમાંથી ખસી જવાના પોતાના નિર્ણયની જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ACCના વર્તમાન પ્રમુખ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ પણ છે.

BCCI ના એક સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ભારતીય ટીમ ACC દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં રમી શકતી નથી, જેનું નેતૃત્વ પાકિસ્તાની મંત્રી કરે છે. આ રાષ્ટ્રની ભાવના છે. અમે આગામી મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાંથી ખસી જવા અંગે ACCને મૌખિક રીતે જાણ કરી દીધી છે, અને તેમની ઇવેન્ટ્સમાં અમારી ભાવિ ભાગીદારી પણ અટકાવી દેવામાં આવી છે. અમે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.”

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, ACC માટે ભારતીય ટીમ વિના એશિયા કપનું આયોજન કરવું શક્ય નહીં બને, કારણ કે ટુર્નામેન્ટના મોટાભાગના પ્રાયોજકો ભારતના છે. વધુમાં,ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ વિના ટુર્નામેન્ટ દર્શકોને એટલી રસપ્રદ નહીં લાગે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત મેન્સ એશિયા કપ 2025નું યજમાન છે અને BCCIના વલણથી ટુર્નામેન્ટ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ કરતી આ ટુર્નામેન્ટ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

જો એશિયા કપ ન થાય, તો ACC એ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI) સાથે તેના પ્રસારણ કરાર પર ફરીથી વાટાઘાટો કરવી પડશે, જેણે 2024 માં આગામી 8 વર્ષ માટે $170 મિલિયનમાં અધિકારો ખરીદ્યા હતા. તમને જણાવી દઈએ કે, ACC ના પૂર્ણ સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનને પ્રસારણ આવકમાંથી 15-15% મળે છે, જ્યારે બાકીનો હિસ્સો સહયોગીઓ અને આનુષંગિકોમાં વહેંચવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન એશિયા કપ 2023નું યજમાન હતું, પરંતુ આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલમાં આયોજિત કરવામાં આવી હતી. સરહદી તણાવ વચ્ચે BCCIએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતે તેની બધી મેચ શ્રીલંકામાં રમી હતી અને કોલંબોમાં યોજાયેલી ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.