આ પાંચ વાતોનું ધ્યાન રાખશો તો, ક્યારેય નહી ફાટે તમારો સ્માર્ટ ફોન- વાંચો અને શેર કરો!

એવું ઘણી વાર થાય છે કે આપણો ફોન(Phone) ભૂલથી નીચે પડી જાય છે. ફોન પડવાને કારણે ઘણી વખત ફોનની બેટરી(Phone battery) બગડી જાય છે. બેટરી ખરાબ  થવાને કારણે ફૂલી જવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. જેથી ફોનની બેટરી વધુ પડતી ગરમ થવાને કારણે ફોનની બેટરી ફાટવાની શક્યતા વધે છે. તેમજ જો તમારો ફોન ભૂલથી ઉંચી જગ્યા પરથી પડ્યો હોય તો સર્વિસ સેન્ટરમાં તેની ફોનની ચકાસણી જરૂર કરાવો.

સ્માર્ટફોનને લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવા અને દિવસના સમયે તેને કારમાં ન રાખવાની સલાહ પણ આપવામાં આવે છે. ખરેખર, વધુ પડતી ગરમી ફોનની બેટરીના સેલને અસર કરી શકે છે જેથી તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન કરી શકે છે આ વાયુઓને કારણે બેટરી ફૂલી જાય છે અને વિસ્ફોટ થઈ શકે છે.

ફોનનું ચાર્જર પણ ફોન ફાટવાનું એક મોટું કારણ હોઈ શકે છે. તમારા સ્માર્ટફોનને હંમેશા કંપનીના પોતાના ચાર્જરથી ચાર્જ કરવો જોઈએ તેમજ જો તમારું ચાર્જર ખરાબ થયું હોય તો તમે બ્રાન્ડેડ ચાર્જર ખરીદીને ફોન ચાર્જ કરો. ચાલુ કંપનીનું ચાર્જર તમારા ફોનની બેટરીને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે ફોનમાં વિસ્ફોટ થાય છે.

તમારા ફોનનું પ્રોસેસર ફોનના વધુ ગરમ થવા પાછળનું એક મોટું કારણ છે. તમે એવી એપ્સનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો જે તમારા ફોન પર ભારે ભાર મૂકે છે અને ફોન ચાર્જ કરતી વખતે પણ તેનો ઉપયોગ કરશો નહીં. આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે ફોનના પ્રોસેસર પરનું દબાણ ઘટાડી શકો છો.

તમારા સ્માર્ટફોનને આખી રાત ચાર્જ થવા માટે ક્યારેય ન છોડો. આમ કરવાથી તમારો ફોન ખૂબ જ ઝડપથી ગરમ થઇ જાય છે. આપણામાંથી ઘણા લોકો સૂતી વખતે ફોનને ચાર્જિંગમાં મુકીને સુવે છે. જેના કારણે બેટરી ઓવરહિટ, ઓવરચાર્જ, શોર્ટ-સર્કિટ અને ક્યારેક વિસ્ફોટ પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *