PUBG ગેમ રમવાની લ્હાયમાં કિશોરે માતાની ખાતામાંથી ઉડાવી દીધા 10 લાખ રૂપિયા, ઠપકો આપતા કર્યું…

મુંબઇ: આજના સમયના માતા-પિતાની સૌથી મોટી અને ગંભીર ભૂલ નાના બાળકોને હાથમાં મોબાઈલ આપી દેવાની છે. ઘણીવાર બાળકો ઊંધા રવાડે ચડી જતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મુંબઇમાં PUBG ગેમ રમવાને લઇ એક અજીબો ગરીબ ઘટના સામે આવી રહી છે.

મુંબઇમાં એક કિશોરને પબજી ગેમ રમવાની એવી લત લાગી હતી કે, તેણે ગેમ રમવાના ચક્કરમાં તેની માતાના બેંક એકાઉન્ટમાંથી કુલ 10 લાખ રૂપિયા ઉડાવી દીધા હતા. જ્યારે આ મામલે માતા-પિતાએ કિશોરને ઠપકો આપ્યો તો તે ઘર છોડીને ભાગી ગયો હતો.

મુંબઇ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે, આ ઘટના બુધવારની સાંજે બની હતી. બુધવારે સાંજના સમયે કિશોરના પિતાએ MIDC સ્ટેશનમાં તેમનો દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અપહરણનો કેસ નોંધીને કિશોરની તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન કિશોરના પિતાએ કહ્યું હતું કે, તેમના દીકરાને છેલ્લા થોડા સમયથી પબજી ગેમ રમવાની લત લાગી હતી. મોબાઈલ પર આખો દિવસ પબજી ગેમ રમતો હતો. પબજી ગેમ રમવાના ચક્કરમાં કિશોરે તેની માતાના બેંક એકાઉન્ટમાંથી કુલ 10 લાખ રૂપિયા PUBG ગેમ પાછળ ઉડાવી દીધા હતા. આ અંગેની જાણ થતાં માતા-પિતાએ કિશોરને ઠપકો આપ્યો તો તે ઘર છોડીને ભાગી ગયો હતો.

પોલીસ અધિકારીજણાવે છે કે, ઘરમાંથી ભાગી ગયેલ કિશોર ગુરુવારની બપોરનાં સુમારે અંધેરીમાં (પૂર્વ) મહાકાળી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ત્યારપછી તેને માતા-પિતાને સોંપી દેવામાં આવ્યો હતો. પરિવારને દીકરો મળી જતા રાહતનો શ્વાસ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *