હૈદરાબાદના ચકચારી ગેંગરેપના ચારેય આરોપી પોલીસની એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ ઘટના નેશનલ હાઇવે -44 નજીક થઈ હતી. પોલીસે આરોપીને ક્રાઈમ સીન રિક્રિએટ કરવા એન.એચ.-44 પર લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કરોડો દેશવાસીઓ આ આરોપીઓને મોત ની સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. ત્યારે કરોડો દેશવાસીઓ ઈચ્છા અને ભોગ બનનાર યુવતીના માતાપિતા પણ આ એન્કાઉન્ટરની વાત જાણીને સાચી શ્રધ્ધાંજલી અર્પી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, ગઈ 27-28 નવેમ્બરની વચ્ચેની રાત્રે હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે ક્રૂરતાની ઘટના બની હતી. પોલીસે ચારેય આરોપીઓ નું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.
હૈદરાબાદ ની મહિલા ડોકટર ની સાથે કરી હતી હેવાનીયત
મહિલા ડોક્ટરનું સ્કૂટર પંચર થયું હતું. જ્યારે તે સ્કૂટી પાર્ક કરતી હતી, ત્યારે જ ચાર હેવાનોએ હેવાનીયત નું ક્રૂરતાનું કૃત્ય કર્યું હતું. આ પછી ચારે આરોપીઓએ ડોક્ટર પર બળાત્કાર ગુજાર્યો હતો અને ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી બળાત્કારનો ભોગ બનેલી મહિલાની મૃત શરીર સળગાવી નાખ્યું હતું. હૈદરાબાદમાં બળાત્કાર અને હત્યાની ઘટના બાદ આખા દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે સંસદમાં આ મામલાની પડઘા પડ્યો હતો.
આ વાતની જાણ યુવતીના પિતાને થતા તેમણે જણાવ્યું હતું કે મારી દીકરીના મોત ને 10 દિવસ થયા, હું પોલીસ અને સરકારનો આભાર વ્યક્ત છું, મારી દીકરીના આત્માને શાંતિ મળી હશે.
ઘટના સ્થળેથી પસાર થતી લોકોની ભીડ પણ આનંદની ચિચિયારીઓ પાડી રહી છે અને દેશવાસીઓ આ એન્કાઉન્ટરને યોગ્ય સજા ગણાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.