ફક્ત 10 વર્ષીય માસુમ બાળકના પેટમાંથી એવું તો શું નીકળ્યુ કે, જેને જોઈ ડોકટરોને પણ પરસેવો છૂટી ગયો

હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય લાગશે. માત્ર દસ વર્ષનો છોકરો  લોખંડનું તાળું ગળી ગયો. આ અંગે પરિવારના સભ્યોને પણ ખબર ન હતી, પરંતુ એક દિવસ પેટમાં દુઃખાવો થતા સ્થાનિક ડોક્ટરને બતાવીને એક્સ-રે કરાવ્યો અને તેમાં લોખંડનું તાળું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જેને જોઇને ડોકટરો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આવી સ્થિતિમાં ડોક્ટરોએ કહ્યું કે, તે એક દિવસમાં નીકળી જશે.

ડોકટરના જણાવ્યા અનુસાર, એક દિવસમાં તાળું ન નીકળતા પરિવારે આશરે 8 દિવસ સુધી રાહ જોવી પડી, પરંતુ જ્યારે તાળું બહાર ન આવ્યું, ત્યારે પરિવારના સભ્યોએ તેને લેપ્રેસ્કેપિક સર્જન ડો. દિનેશ જિંદાલ લઈ ગયા હતા. ડો. જિંદલે કહ્યું કે, આ તાળુ પેટમાં પડ્યું હતું. બાળકને ઊલટી અને પેટમાં દુખાવો થવાની તકલીફ હતી, જો તે લાંબા સમય સુધી તાળું પેટમાં રહ્યું હોત તો ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.

બાળકની ઉમર ખુબ જ નાની હોવાને કારણે નક્કી કરવામાં આવ્યું કે, ઓપરેશન કરવાને બદલે, તેને એંડોસ્કોપ દ્વારા બહાર કાઢવું જોઈએ. પરંતુ જયારે એન્ડોસ્કોપ અંદર નાખીને જોયું ત્યારે જાણવા મળ્યું કે, તાળું અને ઉપરની કડી બને અલગ પડી ગયું છે. આવી સ્થિતિમાં, બંનેને ખૂબ કાળજીપૂર્વક કાઢવામાં આવ્યું.

બાળ ચિકિત્સક ડો.અંજના ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઘણા બાળકોને આ પ્રકારની ટેવ હોય છે. તેઓ દિવસ દરમ્યાન કીને કઈ વસ્તુ મોમાં નાખીને ચાવ્યા કરતા હોય છે. જે અમુક વખત જીવલેણ સાબિત થઇ શકે છે. આ સમગ્ર ઘટના રાજ્સ્થાનન કોટા વિસ્તારમાં બનવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *