અહિયાં થયો સામસામે આવતી બે ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત, 32નાં મોત અને… -આ વિડીયો જોઇને હચમચી જશો

ઇજિપ્તમાં શુક્રવારે સામસામે આવતી બે ટ્રેનો અથડાતા ઓછામાં ઓછા 32 મુસાફરોનાં મોત થયાની માહિતી મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં સેંકડો લોકો ઘાયલ થયા છે. તો અનેક પ્રવાસીઓ ઘાયલ થયાં હોવાનું સ્થાનિક તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને મૃતકના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી. ઘાયલોની મોટાભાગની સ્થિતિ ખૂબ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. જેના કારણે મૃતકોનો આંકડો વધી શકે છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યા છે.

ઇજિપ્તના આરોગ્ય મંત્રાલે કહ્યું હતું કે, ઇજિપ્તના સોહાગના ઉત્તર વિસ્તારમાં શુક્રવારે 2 ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થતાં 32 લોકોના મોત નિપજ્યા છે 66થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. મંત્રાલયે આપેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે 36 એમ્બ્યુલન્સ મોકલવાની વ્યવસ્થા કરી છે અને ઘાયલ થયેલાને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, અકસ્માત સોહગ શહેરની ઉત્તર દિશામાં થયો હતો. અકસ્માત સ્થળ ઇજિપ્તની રાજધાની કૈરોથી 460 કિલોમીટર દક્ષિણમાં છે. ઇજિપ્તની આરોગ્ય મંત્રાલયે હજી સુધી અકસ્માતમાં 32 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જોકે, 100 થી વધુ લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, ટ્રેનના ઓછામાં ઓછા ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

હાલમાં ફાયર વિભાગના લોકો દ્વારા ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. તો વળી ટ્રેનના કાળમાળમાંથી ફસાયેલા યાત્રિઓને ડબ્બામાં બહાર કાઢવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મિસ્ત્રના સ્વાસ્થ્ય મંત્રી ઘટનાસ્થળ પર પહોંચી રહ્યા છે. કહેવાય છે કે, ઘાયલ થયેલા કેટલાય લોકોની હાલત અતિ ગંભીર છે. જેમની બચવાની આશા ખૂબ જ ઓછી છે.

અત્રે ઉલેખનીય છે કે, ઇજિપ્તની રેલ્વે સિસ્ટમમાં ખરાબ રીતે સંચાલિત ઉપકરણો અને નબળા સંચાલનનો ઇતિહાસ છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2017 માં દેશભરમાં 1,793 ટ્રેન દુર્ઘટનાઓ બની હતી. 2018માં એક પેસેન્જર ટ્રેન દક્ષિણના શહેર આસવાન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *