જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં 48 કલાકમાં ત્રીજીવાર આતંકી હુમલો; 5 સૈનિક સહિત 1 પોલીસ અધિકારી ઘાયલ

Terrorist Attacks in Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાંથી આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આતંકવાદીઓએ એક પોસ્ટ પર ગોળીબાર (Terrorist Attacks in Kashmir) કર્યો હોવાનું સામે આવ્યું છે. જેના પર પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના ચતરગાલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં સુરક્ષાકર્મીઓ પણ જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટર લખાય છે ત્યાં સુધી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

48 કલાકમાં ત્રણ આતંકી ઘટનાઓ
કઠુઆમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હોવાનું સામે આવ્યું હતું. એડીજીપી જમ્મુએ એક આતંકવાદીને માર્યાની પુષ્ટિ કરવામાં આવી છે અને ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા રવિવારે શિવ ઘોડી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી બસ પર આતંકીઓએ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 41 જેટલા લોકો ઘાયલ થયા હતા.

5 સૈનિક સહિત 1 પોલીસ અધિકારી ઘાયલ
ડોડામાં ભારતીય સેનાના ઓપરેટિંગ બેઝ પર આતંકીઓએ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ડોડાના દૂરના વિસ્તારમાં ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર આતંકીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ હુમલામાં 5 સૈનિક સહિત 1 પોલીસ અધિકારી ઘાયલ થયા છે. સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ડોડાના છત્તરગાલા વિસ્તારમાં આતંકીઓને ઘેરી લીધા બાદ ફાયરિંગ કરી હતી. ડોડા હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી છે.

આ અહેવાલોને નકારી કાઢ્યા
દરમિયાન એડીજીપી જમ્મુએ ટ્વીટ કર્યું, “અમારા ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયા પર મોટી માત્રામાં નકલી સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ ખોટા અહેવાલો દાવો કરે છે કે એક ચોક્કસ જગ્યાએથી ત્રણ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. અને આતંકવાદીઓએ કેટલાક ગ્રામજનોને બંધક બનાવ્યા છે. અમે લોકોને શાંત રહેવા અને આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરીએ છીએ, તો આવતીકાલે જમ્મુ શહેરમાં આ ખોટી માહિતી પર પ્રતિબંધ મૂકવામાં આવશે.