જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શનિવારે એક કાશ્મીરી પંડિતની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં પૂરણ કૃષ્ણ ભટ્ટ પર તેમના ઘર નજીક હુમલો કરવામાં આવ્યો હતો. ઘાયલ પૂરન કૃષ્ણ ભટ્ટને શોપિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આતંકીઓને પકડવા માટે ઓપરેશન ચાલુ છે.
પુરણ કૃષ્ણ ભટના એક સંબંધીએ જણાવ્યું કે તેમના બાળકો શાળામાં ભણે છે. બે સંતાનમાંથી એક છોકરી સાતમા ધોરણમાં અને એક છોકરો પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે.
કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત રાજકીય પક્ષોએ કાશ્મીરી પંડિતની હત્યાની ઘટનાની નિંદા કરી છે.
અન્ય એક કાશ્મીરી પંડિતને 16 ઓગસ્ટે શોપિયાં જિલ્લામાં સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગમાં તેનો ભાઈ પણ ઘાયલ થયો હતો.
કાશ્મીરમાં ગયા વર્ષે ઓક્ટોબરથી સતત ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. પીડિતોમાં ઘણા સ્થળાંતર કામદારો અથવા કાશ્મીરી પંડિતો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પાંચ દિવસમાં સાત લોકોના મોત થયા હતા.
ભટ્ટના સંબંધી સતીશ કુમારે કહ્યું, ” આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે વધુ એક કાશ્મીરી પંડિત આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા છે, જે સુરક્ષાની સ્થિતિ સુધરી હોવાના સરકારના ખોટા દાવાઓની પોલ ખોલે કરે છે.” છેલ્લા બે વર્ષમાં માર્યા ગયેલા લઘુમતી સમુદાયમાંથી તે 18મો વ્યક્તિ છે. તેમણે કહ્યું કે જ્યાં ભટ્ટની હત્યા કરવામાં આવી હતી તેની નજીક એક પોલીસ ચોકી અને આર્મી કેમ્પ છે. આ દર્શાવે છે કે ઘાટીમાં સુરક્ષાની સ્થિતિ 90ના દાયકા જેવી થઈ ગઈ છે. ભટના સંબંધીઓ કહે છે કે આતંકવાદ વધ્યા પછી ઘાટી ન છોડવી એ તેમની સૌથી મોટી ભૂલ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.