નાઈટ ક્લબમાં ભીષણ આગ ફાટી નીકળતા 13 લોકો તડપી તડપીને મોતને ભેટ્યા

Published on: 9:50 am, Fri, 5 August 22

અવારનવાર અનેક આગની ઘટનાઓ સામે આવતી રહે છે. તો આ પ્રકારની અનેક ઘટનામાં કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે. ત્યરે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં આગને કારણે એક સાથે 13 લોકોના દર્દનાક મોત થયા છે. થાઈલેન્ડ(Thailand)ની રાજધાની બેંગકોક(Bangkok)ના ચોનબુરી(Chonburi)માં એક મોટો અકસ્માત(Accident) થયો છે. અહીં એક નાઈટ ક્લબ(Night club)માં આગ લાગવાથી 13 લોકોના કરુણ મોત થયા છે. તે જ સમયે, આ ઘટનામાં અન્ય 35 લોકો ઘાયલ થયા છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થાનિક સમય મુજબ શુક્રવારે એટલે કે ગઈકાલે રાત્રે થયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગી ત્યારે નાઈટ ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મૃતકો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

નાઈટ ક્લબમાં ભારે ભીડ હતી:
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થાનિક સમય મુજબ શુક્રવારે રાત્રે થયો હતો. નાઇટ ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પોલીસ કર્નલ વુતિપોંગ સોમજાઈએ જણાવ્યું કે સટ્ટાહિપ જિલ્લાના માઉન્ટેન બી નાઈટક્લબમાં સવારે લગભગ 1.00 વાગ્યે આગ લાગી હતી. પીડિતોમાં મોટાભાગના થાઈ નાગરિકો છે. કેટલાક વિદેશીઓનું પણ નુકસાન થયું છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

વેરહાઉસમાં આગ લાગતા એકનું મોત:
બુધવારે મોસ્કોમાં એક વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યાં બે ગુમ થયા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અન્ય 13 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે રશિયાના અગ્રણી ઓનલાઈન સેલર ‘ઓઝોન’ના વેરહાઉસમાં આગ લાગવાને કારણે 50,000 ચોરસ મીટરનો વિસ્તાર પ્રભાવિત થયો છે. આગ કયા કારણોસર લાગી તે અંગે અધિકારીઓએ હજુ સુધી જણાવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.