‘સ્મશાન’ બન્યું ચાઈલ્ડ સેન્ટર- ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ 22 બાળકો સહીત 34 લોકોને ગોળીથી વીંધી નાખ્યા

થાઈલેન્ડ (Thailand) માં એક બાળ કેન્દ્રમાં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે કહ્યું છે કે આ ગોળીબાર દેશના પૂર્વોત્તર પ્રાંતમાં થયો છે. ગુરુવારે દેશના નોંગ બુઆ લામ્ફુ પ્રાંતમાં એક બાળ કેન્દ્રમાં સામૂહિક ગોળીબારમાં બાળકો સહિત 30 થી વધુ લોકો માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલાઓમાં બાળકો અને પુખ્ત વયના બંનેનો સમાવેશ થાય છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, જેણે આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો છે તે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. થોડા સમય પહેલા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ડેપ્યુટી નેશનલ પોલીસ ચીફ જનરલ તોરસક સુકવિમોલે જણાવ્યું હતું કે બાળ કેન્દ્ર પર થયેલા હુમલામાં 34 લોકો માર્યા ગયા હતા, જેમાં 22 બાળકો હતા. અલ જઝીરાના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી સેવાઓને લગભગ 12:30 વાગ્યે એલર્ટ કરવામાં આવી હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 34 લોકોની હત્યા કર્યા પછી, આરોપી વ્યક્તિએ તેના બાળક અને પત્નીને પણ ગોળી મારી અને પછી પોતાને પણ ગોળી મારી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પોતે પૂર્વ પોલીસ અધિકારી છે. એવું કહેવામાં આવ્યું હતું કે હુમલાખોર બેંગકોક લાઇસન્સ નંબર પ્લેટની સફેદ પીકઅપમાં ભાગી ગયો હતો. પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે જો કોઈએ આ નંબરનું પીકઅપ વાહન જોયું હોય તો 192 પર ફોન કરીને માહિતી આપો.

PM એ એલર્ટ જાહેર કર્યું
પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલાઓમાં બાળકો અને પુખ્ત વયના બંનેનો સમાવેશ થાય છે. તે જ સમયે, ન્યૂઝ એજન્સી અનુસાર, જેણે આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો છે તે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. આ ઘટના બાદ થાઈલેન્ડના વડાપ્રધાને તમામ એજન્સીઓને કાર્યવાહી કરવા અને ગુનેગારને પકડવા માટે એલર્ટ જાહેર કર્યું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, થાઈલેન્ડમાં લાયસન્સવાળી બંદૂકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ વધુ છે, પરંતુ સત્તાવાર આંકડાઓમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર હથિયારોનો સમાવેશ થતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *