અફઘાનિસ્તાનના એક સ્પોર્ટસ ફેડરેશને ગુરુવારે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન રાષ્ટ્રીય યુવા ટીમ માટે રમી રહેલા ફૂટબોલરનું અમેરિકી વિમાન સાથે વળગી રહેવાનો પ્રયાસ કર્યા બાદ પડી જવાથી મૃત્યુ થયું હતું. તાલિબાન અંકુશિત કાબુલમાં અમેરિકન વિમાન લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અફઘાનિસ્તાનના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, સ્પોર્ટસ જૂથો સાથે કામ કરતી સરકારી સંસ્થાએ ઝાકી અનવરીના મૃત્યુની પુષ્ટિ કરી છે.
ફેસબુક પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, હજારો અફઘાન યુવાનોની જેમ અનવરી પણ દેશ છોડવા માંગતા હતા, પરંતુ અમેરિકન વિમાનમાંથી પડીને તેઓ દર્દનાક મૃત્યુ પામ્યા. રાષ્ટ્રપતિ અશરફ ગની નાસી ગયા બાદ તાલિબાને સત્તા કબજે કરી હતી. જે બાદ દેશમાંથી બહાર જવા માટે આ અઠવાડિયે હજારો અફઘાન એરપોર્ટ પર ભેગા થયા હતા. સોમવારે સામે આવેલા વિડીયોમાં સેંકડો લોકો યુએસ એરફોર્સના વિમાન સાથે દોડતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પરની વધુ ક્લિપમાં C-17 વિમાન ઉડ્યા બાદ બે માણસો આકાશમાંથી નીચે પડતા જોવા મળ્યા હતા.
યુએસ એરફોર્સના પ્રવક્તા એન સ્ટેનફેકે જણાવ્યું હતું કે, એર ક્રૂ કાર્ગો લેન્ડ કરે તે પહેલા વિમાન સેંકડો અફઘાન નાગરિકોથી ઘેરાયેલું હતું. વિમાનની આસપાસ ઝડપથી કથળી રહેલી સુરક્ષા પરિસ્થિતિનો સામનો કરી C-17 ક્રૂએ વહેલા જવાનો નિર્ણય કર્યો.
صحنههای دردناک از میدان هوایی کابل. مردم از طالبان میترسند. مردم تلاش میکنند فرار کنند.#Afghanistan #AfghanistanBurning #KabulHasFallen pic.twitter.com/xNGAsf3dbe
— Mukhtar wafayee (@Mukhtarwafayee) August 16, 2021
1990 ના ક્રૂર તાલિબાન શાસનની યાદો જેમાં સંગીત અને ટેલિવિઝન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મહિલાઓને તેમના ઘરોમાં કેદ કરવામાં આવી હતી. આગળ શું થશે તે લોકોમાં ગભરાટ પેદા કરે છે, જેમાંથી અફઘાનીઓ હાલમાં બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.