જીવનમાં કંઈક કરવા માટે ઘરેથી નીકળું છું કહીને નીકળેલ યુવક લાપતા- પરિવાર પર ઘેરાયા ચિંતાના વાદળો

ગુજરાત(Gujarat): મહુવા(Mahuva) પંથકમાં રહેતો 24 વર્ષીય તેજસ ભરતભાઈ ઓડ જીવનમાં કંઈક કરી છૂટવા ઘર છોડીને ક્યાય ચાલ્યા જતા પરિવારજનો પણ દુઃખના વાદળો ઘેરાઈ ગયા છે. બનાવ અંગે સંબંધીઓએ મહુવા પોલીસ(Mahuva Police)ને જાણ કરતાં પોલીસે લાપતા યુવકની શોધખોળ શરૂ કરી હતી. હું જીવનમાં કંઈક કરવા માટે ઘરેથી નીકળું છું અને હું ઘરે પાછો આવીશ પણ ક્યારે આવું તે મને ખબર નથી. કેટલો સમય લાગશે તે પણ મને ખબર નથી.

આ પ્રકારનો પત્ર મહુવા પંથકમાં હટવાડા ફળિયામા રહેતા 24 વર્ષના તેજસ ભરતભાઈ ઓડએ ઘર છોડી પોતાના ઘરે પરિવારજનોને પત્ર લખી જાણ કરી હતી. તા 8/03/2022ના રોજ સવારે 7.30 વાગ્યાની આસપાસ યુવાન પોતાની મોટરસાયકલ મહુવા નવા પુલ પાસે મુકીને હું મારા મિત્ર સાથે જઈ રહ્યો છું તેવું કહીને ઘર છોડી ક્યાંક જતો રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર, પરિવારજનોએ ક્યાંક ચાલ્યા ગયેલા પરણિત યુવાનની શોધખોળ હાથ ધરવા છતા પણ કોઈ ભાળ ન મળવાને કારણે અંતે મહુવા પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરવામા આવી હતી અને પોલીસ દ્વારા પરીવારજનોની ખબર મુજબ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધી ગુમ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

જોવા જઈએ તો ગઈ કાલે જ વલસાડના પારડી ગામેથી એક પરિણીતા કોલેજમાં ગઈ હતી અને ત્યારબાદ ગુમ થઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગે તેણીના પતિએ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *