પેટ્રા ડાયમંડ્સ કંપની વિશ્વની સાત સૌથી મોટી ડાયમંડ માઈનીંગ કંપનીઓનું જોડાણ છે, જે એકસાથે મળીને 75% થી વધુ ડાયમંડ ઉત્પાદનનું પ્રતિનિધિત્વ કરે છે. પેટ્રા ડાયમંડ્સ કંપનીને દક્ષિણ આફ્રિકા સ્થિત આવેલી તેમની માલિકીની કુલિનાન હીરાની ખાણમાંથી આ વર્ષના પ્રારંભમાં 299.3 કેરેટનો રફ હીરો મળી આવ્યો હતો.
ખાણમાંથી મળી આવેલ 299.3 કેરેટનો રફ હીરો વેંચાણ માટે મુકવામા આવતા ભારતિય કંપની સ્ટાર જેમ્સએ આ હીરાને 12.18 મિલિયન ડોલરમાં ખરીદો છે. વર્ષ 2019 દરમિયાન પેટ્રાને કુલિનાન ખાણમાથી 424.99 કેરેટ વજનનો એક અન્ય રફ હીરો મળી આવ્યો હતો.જેની પ્રતિ કેરેટ 34386 અમેરીકન ડોલર કીંમત પ્રાપ્ત થઈ હતી.તેની સરખામણીએ 299 કેરેટના આ રફ હીરાની પ્રતિ કેરેટ દીઢ 40701 અમેરીકન ડોલર કીંમત પ્રાપ્ત થઈ છે.
પેટ્રાના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ ડફીએ હીરાની ખરીદી અંગે જણાવતા કહ્યું કે, નવેમ્બર 2020માં લેટલાપા તાલા કલેક્શનના રફ હીરાની હરાજી બાદ કુલિનન ખાણમાથી ઉત્પાદીત થયેલા રફ હીરાની આ બીજી નોંધપાત્ર હરાજી છે. પેટ્રાની ઐતિહાસિક કુલિનન માઈનમાથી અત્યાર સુધીમાં ખોદી કાઢવામાં આવેલા જેમ્સ ક્વોલિટીના કુલ 11 પ્રખ્યાત હીરામાં આ 299 કેરેટ વજનના રફ હીરાનો સમાવેશ થાય છે.
મુંબઈમાં BDB ખાતે ઓફીસ ધરાવતી સ્ટાર જેમ્સ (Stargems DMCC ) કંપનીની સ્થાપના શ્રી શૈલેશભાઈ ઝવેરીએ વર્ષ 1981માં કરી હતી. આ કંપની 38 વર્ષથી રફ હીરાના વ્યવસાયમાં સંકળાયેલી છે. આ ઉપરાંત, સ્ટાર જેમ્સ કંપની રફ અને તૈયાર હીરા, હોલસેલ અને રિટેલ જ્વેલરીના કારોબાર અને ઉત્પાદન નો વ્યવસાય કરી રહી છે. હીરા અને ઝવેરાતનાં કારોબારમાં રફ થી રિટેલ સુધી સ્ટાર જેમ્સે સફળતાપૂર્વક નોંધપાત્ર વૈશ્વિક હાજરી પ્રસ્થાપિત કરી છે.
અત્રે ઉલેખનીય મુંબઈમા બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં સ્ટાર જેમ્સની મુખ્ય ઓફીસ આવેલી છે. વર્તમાન સમયે શૈલેશભાઈ ઝવેરીના દીકરા કરણ ઝવેરી અને ભાવેશ ઝવેરી સ્ટાર જેમ્સ કંપનીના ડાયરેક્ટરની જવાબદારી ખુબ જ કુશળતા પુર્વક ચલાવે છે.યુવા ડાયરેક્ટર કરણ ઝવેરી અને ભાવેશ ઝવેરીની આગેવાની હેઠળ કંપનીએ સરાહનિય પ્રગતિ કરી છે.
સ્ટાર જેમ્સ કંપનીનો કારોબાર એન્ટવર્પ, મુંબઇ, દુબઇ, જોહાનિસબર્ગ અને હોંગકોંગ સહીત વિશ્વભરમાં ફેલાયેલો છે.મજબૂત સંકલિત સિદ્ધાંતો થકી વિશ્વાસ અને પ્રતિષ્ઠાથી કારોબાર ચલાવનાર સ્ટાર જેમ્સ સતત ગુણવત્તા યુકત ઉત્પાદનનો થકી વિશ્વમા એક આગવી પ્રતિષ્ઠા અને નામના પ્રાપ્ત કરી છે.દુબઈમાં આ કંપનીના રિટેઈલ જ્વેલરીના વેંચાણ માટે ત્રણ મોટા મોલ આવેલા છે.આ કંપની મોટી સાઈઝના રફ હીરાની ખરીદી માટે પ્રખ્યાત છે.દુબઈમાં આયોજીત થતા રફ ટેન્ડરમા અનેક વખત આ કંપનીએ રેકોર્ડબ્રેક કીંમતે રફ હીરા ખરીદ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle