સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે.
ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.એક દાદી અને પૌત્રની જોડી બાદશાહના ગીત ‘બાવલા’ પર ડાન્સ કરતો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ છે. દાદીએ પૌત્ર સાથે બાદશાહના ગીત પર ઠુમકા લગાવ્યા હતા. આ જોઈ લોકો ખુબ આનંદિત થયા છે.
View this post on Instagram
આ વીડિયોમાં 89 વર્ષની વૃદ્ધ મહિલા પોતાની ઉંમરને અવગણીને અને દેશી શૈલીમાં ગીતના તાલે નાચતા જોવા મળી રહ્યા છે. પીળી અને ગુલાબી સાડીમાં સજ્જ, દાદી તેમના પૌત્ર સાથે ખુલીને ડાન્સ કરી રહી છે. વીડિયો અંકિત જાંગીડ નામના કન્ટેન્ટ સર્જક દ્વારા શેર કરવામાં આવ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં દાદી બાદશાહના ગીત ‘બાવલા’ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. શરૂઆતમાં, દાદીએ મૂળ ડાન્સના સ્ટેપની નકલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાછળથી તેણીએ પોતાની રીતે ડાન્સ કરવાનું શરૂ કર્યું. આ વીડિયોને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લગભગ ત્રણ લાખ લોકોએ તેને પસંદ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.