2 વર્ષની ઉંમરે થયો ન્યુમોનિયા, લેવા પડ્યા હતા 46 ઇન્જેક્શન; પિતાને ગામમાં પૈસા માટે રખડવું પડ્યું હતું- મેહુલ બોઘરા

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં એક વ્યક્તિનું નામ ચર્ચાનો વિષય બની ગયું છે. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ સુરતના એડવોકેટ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra) છે. સુરત(Surat)માં ટીઆરબી જવાનના હુમલાનો ભોગ બનેલા વકીલ સારવાર બાદ ઘરે પાછા ફર્યા હતા. મેહુલ બોઘરાને સમગ્ર ગુજરાતમાંથી ભવ્ય સમર્થન મળ્યું છે. સોશિયલ મીડિયામાં પણ તેમની તરફેણથી અનેક લોકો પોતાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે. ત્યારે લોકોના મુખે એક જ સવાલ ચર્ચાઇ રહ્યો છે કે, આ મેહુલ બોઘરા કોણ છે. ચાલો અમે તમને જણાવી દઈએ મેહુલ બોઘરાના બાળપણથી લઈને અત્યાર સુધીના જીવનના કાર્યકાળ વિશે.

સુરતમાં બનેલી ઘટના બાદ મેહુલ બોઘરા સમગ્ર રાજ્યમાં એક ચર્ચાનો વિષય બન્યા હોય પણ જો વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષથી તેઓ સતત હપ્તાખોરી, ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે અને આ અંગેના વિડીયો પણ અવારનવાર તે facebook ના માધ્યમથી લાઈવ કરતા હોય છે.

મેહુલ બોઘરાનો પરિચય:
એડવોકેટ મેહુલ બોઘરા નો જન્મ અમરેલીના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં થયો હતો. અન્ય પરિવારમાંથી આવતા એડવોકેટ મેહુલ બોઘરાના પરિવારમાં તેમના પત્ની ક્રિષ્નાબેન, તેમના પિતા મનસુખભાઈ, માતા શારદાબેન, અને તેમના ભાઈ મનોજ છે. તેઓ આખા પરિવાર સાથે સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે. મેહુલ બોઘરાનો પરિવાર 2002થી ગામડેથી સુરત રહેવા આવ્યો હતો.

બાળપણમાં થયો હતો ન્યુમોનિયા,લેવા પડ્યા હતા 46 ઇન્જેક્શન:
મેહુલ બોઘરા પોતાના બાળપણના સંઘર્ષ અંગેની વાતચીત કરતા જણાવે છે કે, તેમના માતા પિતા ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, એટલે કે સંઘર્ષ અને શક્તિ મે બંને મારા પરિવાર અને માતા-પિતા પાસેથી શીખી છે. વધુમાં જણાવતા કહ્યું છે કે, હું જ્યારે બે ત્રણ વર્ષનો હતો ત્યારે મને ન્યુમોનિયા થયો હતો. આ ખૂબ જ ગંભીર બીમારી કહેવાતી હતી. ન્યુમોનિયા ના ઈલાજ માટે 500 રૂપિયાની જરૂર હતી. પરંતુ મારા પિતા પાસે એ પણ પૈસા ન હતા. તેમણે ગામમાં રખડીને ₹500 એકઠા કર્યા હતા અને મારો ઈલાજ કરાવ્યો હતો અને હું સંઘર્ષ ત્યાંથી શીખ્યો. જ્યારે મને ન્યુમોનિયા થયો હતો ત્યારે મને 46 ઇન્જેક્શન લગાવવામાં આવ્યા હતા, સંઘર્ષ અને શક્તિ મારામાં ત્યાંથી જ આવી.

…. એટલે નક્કી કર્યું કે હવે વકીલ જ રહેવું છે:
મેહુલ બોઘરાએ વધુમાં જણાવતા કહ્યું છે કે, હું જ્યારે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે ગામમાં એક જજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોઈને મને તો એવું થયું કે આમાં તો બહુ મજા આવે. એ મને વિચાર આવ્યો કે કઈ સંઘર્ષ કરો કે કંઈક બનો તો કેવું સ્વાગત થાય છે. આખા સમાજમાં એક સારો સંદેશો ફેલાય છે અને ત્યારથી જ નક્કી કર્યું હતું કે મારે જજ બનવું છે, પરંતુ વકીલ બનીને ફિલ્ડમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે દેશમાં અનેક પ્રશ્નો છે. દેશમાં બેઈમાનો બહુ છે, ભ્રષ્ટાચારીઓ ઘણા છે છે સત્તાના દુરુપયોગ કરનારા પણ ઘણા છે. ત્યારે આ તમામ સામે અવાજ ઉઠાવવાનો હોય ત્યારે હું જજ બનીશ તો હું દાયરામાં આવી જઈશ અને આ શક્ય નથી. તમામ બેઈમાનો, ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે અને આ અવાજ રસ્તા પર આવીને ઉઠાવવો પડશે સાથે આ અવાજ કોર્ટ સુધી પણ પહોંચાડવો પડશે. જેને કારણે મેં નક્કી કર્યું કે હવે વકીલ જ રહેવું છે.

કઈ રીતે ચાલે છે ઘરનું ગુજરાત?
જણાવી દઈએ કે મેહુલ બોઘરાએ ધોરણ 1 થી 4 તેની ગામની શાળામાં પૂર્ણ કર્યું હતું. કોલેજ સુધીનો અભ્યાસ સુરતમાં પૂરો કર્યો હતો. મેહુલ બોઘરાએ વકીલની ડીગ્રી એમ એસ યુનિવર્સિટી વડોદરામાંથી હાસિલ કરી હતી. વધુમાં મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું હતું કે, હાલ સમાજ સેવાની સાથે હું વકીલાત પણ કરી રહ્યો છું. મારા પર સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મેઈન પ્રોસિડિંગ ક્રિમિનલ છે જેમાંથી જ ઘરનું ગુજરાત ચાલે છે. મારા જીવનના એવા ઘણા કિસ્સા છે જ્યારે સમાજસેવામાં મેં મારા પોતાના ખિસ્સામાંથી રૂપિયા વાપર્યા હોય, પરંતુ આજ દિન સુધી મેં કોઈ પણ પ્રકારના ફંડ વાળા ઉઘરાવ્યા નથી. મોટાભાઈ પણ ઓનલાઇન બિઝનેસ કરે છે અને પિતા જમીન મકાનના બ્રોકરેજ નું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *