બેજવાબદાર એમ્બ્યુલન્સ ડ્રાઈવર દર્દીને રસ્તા વચ્ચે જ છોડી નાસી છૂટ્યો- દર્દી તડપી તડપીને મોતને ભેટ્યો

હાલમાં ચાલી રહેલા કોરોના કાળ વચ્ચે એક ખુબ જ દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના શિવપુરીમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ટીબીના દર્દી અને તેની પત્નીને રસ્તા વચ્ચે જ ઉતારી દીધા. ત્યારબાદ આ દર્દી ફોરલેન પર તડપતો રહ્યો.

આ દરમિયાન પોલીસને જાણ થતા તેઓ ત્યાં પહોચ્યા અને તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ દર્દીએ ત્યાં સુધીમાં જીવ ગુમાવી દીધો હતો. આ અંગે પોલીસ દ્વારા બેદરકાર એમ્બ્યુલન્સના ચાલકની પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. દર્દીને ગ્વાલિયરથી શિવપુરી લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

આ દરમિયાન દર્દીની સાથે તેની માત્ર 25 દિવસની દીકરી પણ સાથે હતી. રસ્તામાં સામાન્ય વાતે વિવાદ થયો અને એમ્બ્યુલન્સનો ડ્રાઈવર તેને રસ્તાની વચ્ચે જ ઉતારીને ભાગી ગયો હતો. પત્ની રચનાએ જણાવ્યું હતું કે, બીમાર નિરેન્દ્ર જાટવે ગ્વાલિયરથી શિવપુરીના શહપુરા આવવા માટે 2 હજાર રૂપિયામાં એમ્બ્યુલન્સ કરી. રસ્તામાં પરેશાન થયેલો નિરેન્દ્ર રડવા લાગ્યો હતો.

આ વાતને લઈને તેની ડ્રાઈવરની સાથે થોડી બોલાચાલી થઈ ગઈ હતી. જેથી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર તેને રસ્તા પર જ છોડીને જતો રહ્યો. ત્યારબાદ નિરેન્દ્ર ફોરલેન પર જ ઘણા ટાઈમ સુધી પડ્યો રહ્યો. આ દરમિયાન તેની પરિસ્થિતિ અચાનક બગડી જતાં તે તડપતા તડપતા અચેત થઈ ગયો. આ ઘટના શનિવારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રવિવારના રોજ આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો.

ઘટનાની સૂચના મળ્યા બાદ સુભાષપુરા પોલીસ તાત્કાલિક સ્ટેશનના પ્રભારી મનીષ જાદૌન તેમની ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા તો નિરેન્દ્ર મરણ અવસ્થામાં હતો. પોલીસ નિરેન્દ્રને લઈને સતનવાડા હોસ્પિટલ પહોંચી, જ્યાં તેમની પ્રાથમિક સારવાર થઈ. જ્યાં તેમના ડોકટરે તેને જિલ્લા હોસ્પિટલ રિફર કરી દીધો. અહીં લાવતાં-લાવતાં નિરેન્દ્રનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

SP રાજેશ સિંહ ચંદેલે જણાવ્યું કે, હાલ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સૂચના મળી હતી કે, કોઈ યુવક પોતાની પત્ની સાથે મારપીટ કરી રહ્યો છે. તે પોતાની બાળકીને પણ મારી રહ્યો છે. તે દરમિયાન રાહદારીઓએ છોડાવ્યા હતા. પત્નીએ પોલીસને એમ્બ્યુલન્સ છોડવાની વાત કરી. હાલ અજ્ઞાત એમ્બ્યુલન્સની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *