ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની જાત બતાવી દીધી, યશસ્વી સાથે બેઈમાની; જુઓ વિડિયો

India vs Australia: ટીમ ઇન્ડિયા મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 184 રનથી હારી ગઈ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ મેચમાં ભારતીય ટીમની બીજી ઇનિંગમાં બેટિંગ ખૂબ ખરાબ હતી. ભારતીય ટીમની (India vs Australia) સાતમી વિકેટ 140 રનના સ્કોર પર પડી ગઈ હતી. ત્યારે યશસ્વી જયસ્વાલ 84 રન બનાવીને આઉટ થયા હતા.

તેમની સાથે ચીટીંગ થયું હતું. થર્ડ અમ્પાયર એ નિયમ વિરુદ્ધ યશસ્વીને વગર કોઈ પુરાવાએ આઉટ આપ્યો હતો. ત્યારબાદ સુનીલ ગાવાસ્કર, રવિ શાસ્ત્રી અને ઈરફાન પઠાણ સહિત ભારતીય પૂર્વ ખેલાડીઓએ થર્ડ અમ્પાયરના આ નિર્ણય ને વખોડી કાઢ્યો હતો. આ થર્ડ અમ્પાયર બાંગ્લાદેશી હતો.

હકીકતમાં કમીન્સની શોર્ટ પીચ બોલને યશસ્વીએ ફાઈન લેગ તરફ રમવાની કોશિશ કરી હતી. તે ચૂકી ગયા હતા અને બોલ વિકેટકીપરના હાથમાં ગયો હતો. ઓનફિલ્ડ એમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. ત્યારબાદ પેટ કમિંસે ડી.આર.એસ લઈ લીધો હતો. ત્યારબાદ રિપ્લે જોયું હતું. સ્નીકોમીટર પર બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક ન હતો.

જોકે બોલે થોડી દિશા બદલી હતી અને તેને જ થર્ડ અમ્પાયરે પુરાવો માની યસસ્વીને આઉટ આપ્યો હતો. થર્ડ અમ્પાયરે ફિલ્ડ એમ્પાયરને નિર્ણય બદલવા માટે કહ્યું હતુ. તેના બાદ યશસ્વી નાખુશ થયા હતા અને ફિલ્ડ એમ્પાયર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. થર્ડ અમ્પાયરના આ નિર્ણય બાદ ઓડીયન્સ નાખુશ હતી અને ચીટર ચીટર એવી બુમોથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું.