સુરત જિલ્લાના પલસાણાના તાંતીથૈયા તેમજ સુરત જિલ્લા એસ.ઓ જી પોલિસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે બંધ પેકેટના આડમાં વેચાતી ગાંજાની ગોળીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. બરડોલીથી એક કિલો જ્યારે તાંતીથૈયા ખાતેથી 87 કિલોગાંજાની ગોળી ઝડપી પાડતા હાલ પોલીસ આ ગુન્હાના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે
સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમ ધરાવતા પરપ્રાંતિય વિસ્તારમાં એક બંધ પેકેટમાં આયુર્વેદિક ઔષધિના નામે ઇન્દોરના બનાવટની ગાંજાની ગોળી આ માહિતીના આધારે એસ.ઓ.જી પોલીસ તાંતીથૈયા એસ.આર. પેટ્રોલ પંપની સામે આવેલ નરેશ જનરલ સ્ટોર માંથી અંદાજીત 86 કિલો 8 લાખ 60 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગોળીના પેકેટ ઉપર ઇન્દોર કા તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધિ લખ્યું છે. જોકે એસ.ઓ.જી.ની ટીમે એફ.એસ એલ.ની મદદ લઇ તપાસ કરતા ગોળીમાં ગાંજાની માત્રા મળી આવી છે.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસ.ઓ .જી પોલિસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમ ધરાવતા પરપ્રાંતિય વિસ્તારમાં એક બંધ પેકેટમાં આયુર્વેદિક ઔષધિના નામે ઇન્દોરના બનાવટની ગાંજાની ગોળી આ માહિતીના આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ તપાસ કરતા બારડોલીમાં અલંકાર સિનેમા નજીક બાલાજી કિરણા સ્ટોર ઉપર બારડોલી પોલીસ અને એસ.ઓ.જી.ની ટીમે દરોડા પાડી અંદાજીત એક કિલો જેટલા ગોળીના પેકેટો ઝડપી પડ્યા હતા ત્યાર બાદ તાંતીથૈયા એસઆર પેટ્રોલ પંપની સામે આવેલ નરેશ જનરલ સ્ટોર માંથી અંદાજીત 87 કિલો 8 લાખ 70 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ ગોળીના પેકેટ ઉપર ઇન્દોર કા તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધિ લખ્યું છે જોકે, એસ.ઓ.જી.ની ટીમે એફ.એસ એલ.ની મદદ લઇ તપાસ કરતા આ ગોળીમાં ગાંજાની માત્રા મળી આવી છે ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તારમાં મોટા પ્રમાણમાં આ ગોળીનું વિતરણ થાય છે સૂત્રોના જણાવ્યા અનુસાર ગણા લાંબા સમયથી આ પ્રકારની ગોળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.