હાલમાં મધ્યપ્રદેશના હરદાની જિલ્લા હોસ્પિટલમાં એક અસામાન્ય બાળકી જન્મી હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યું છે કે, બાળકીને બંને પગ ઘૂંટણથી ઊલટા છે. પંજા પીઠ તરફ છે. ડોક્ટર પણ આ કેસને દુર્લભ માની રહ્યા છે. આ ઉપરાંત તેનું વજન પણ સામાન્ય બાળકોથી ઓછું 1 કિલો 600 છે. હાલ તેને સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ(SNCU)માં દાખલ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, અસામાન્ય બાળકીના જન્મ પછી બે દિવસથી માતા-પિતા બંને ગુમ છે. મળતી માહિતી મુજબ, ખિરકિયા બ્લોકના ઝાંઝારી નિવાસી વિક્રમની પત્ની પપ્પીની ડિલિવરી સોમવારે બપોરે 12 વાગ્યે થઈ હતી. તેણે પુત્રીને જન્મ આપ્યો. ડિલિવરી સામાન્ય હતી. જોકે, જન્મના સમયથી જ બાળકીના બંને પગ ઊંધા હતા. આ જોઈને ડોક્ટર અને નર્સ પણ ચિંતામાં મુકાયાં હતાં.
આ અંગે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.સની જુનેજાએ જણાવ્યું હતું કે, 5 વર્ષના કેરિયરમાં અત્યારસુધીમાં આવો કેસ આવ્યો નથી. ઈન્દોર-ભોપાલના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટોમાં પણ આને લઈને ચર્ચા થઇ રહી છે. તેમનું કહેવું છે કે, આ મામલો રેર છે. બાળકનું વજન 1 કિલો 600 ગ્રામ છે. સામાન્ય રીતે જન્મના સમયે બાળકોનું વજન 2 કિલો 700 ગ્રામથી 3 કિલો 200 ગ્રામ સુધી હોય છે.
જાણવા મળ્યું છે કે, જન્મ પછી બાળકી ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને ખતરાથી બહાર છે. જોકે, માતા-પિતા તેને છોડીને ચાલ્યાં ગયાં છે. મંગળવારે હોસ્પિટલ પરિસરમાં તેમની શોધખોળ પણ કરવામાં આવી. માઈકથી જાહેરાત પણ કરવામાં આવી તેમ છતાં તેમની ભાળ મળી નથી. હવે, હોસ્પિટલ મેનેજમેન્ટ પોલીસની મદદ લેશે.
આ અંગે ઈન્દોરના અરબિંદો હોસ્પિટલના હાડકાંના રોગના નિષ્ણાત ડો.પુષ્પવર્ધન મંડલેચાનું કહેવું છે કે, આ બીમારી માતાના ગર્ભમાં ઓછી જગ્યા હોવાને કારણે અથવા તો અનુવાંશિક હોઈ શકે છે. આવા પ્રકારના કેસ લાખોમાં એક જ હોય છે. આ ઉપરાંત ઓપરેશન પછી ઘૂંટણોને સીધા પણ કરી શકાય છે. બાળકીની તપાસ કાર્ય બાદ જ આ અંગે કંઈ કહી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.