ઇન્દોર: તાજેતરમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. અહીં ટ્રાફિક પોલીસ દ્વારા એક દિવ્યાંગની હરતકનો ખુલાસો થવા પામ્યો હતો. આ ભિખારી એક હાથ ન હોવાનું ગણાવીને એલાઈજી ચોકડી ઉપર ભીખ માંગી રહ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે તેની તપાસ કરી ત્યારે તેના બંને હાથ સારા નીકળ્યા હતા. આ ઉપરાંત તેણે પૂછપરછમાં જણાવ્યું કે, તે દરરોજ એક હજાર રૂપિયાની ભીખ માંગી લે છે.
હાલ આ ભિખારી સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા ભિખારીના શાતિર હરકતનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશના ઇન્દોરના એલઆઈજી ચોકડી ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ કર્મચારી સુમંતે જણાવ્યું કે, તેની ડ્યૂટી દરમિયાન અહીં ભીખ માંગી રહેલા રાકેશ ઉપર તેની નજર પડી હતી. તેનો એક હાથ ન્હોતો. પરંતુ, તેની ભીખ માંગવાની રીત જોઈને તેના ઉપર શંકા ગઈ હતી.
Beggars of New India…Watch complete video…#HappyIndependenceDay2021 #Indore pic.twitter.com/QQZiR33uyh
— Aditya Bidwai (@AdityaBidwai) August 14, 2021
ત્યારબાદ, સુમંત રાકેશ પાસે ગયો અને તેને હાથ દેખાડવા માટે કહ્યું જેથી કરીને તે સારવાર કરાવી શકે. બાદમાં તેણે નકલી હાથ લગાવડાવાનું કહ્યું જેથી આ સાંભળીને ભીખ માંગનાર રાકેશે દોડવાનું શરું કર્યું હતું. સુમંતે રાકેશને બંને હાથ દેખાડવા માટે કહ્યું ત્યારે જાણવા મળ્યું કે, રાકેશના બંને હાથ સહી-સલામત છે.
તેને ભેજું દાડોવીને એક હાથને કપડામાં છૂપાવી દીધો હતો. કુર્તાને બાંય વાળું રાખ્યું હતું. જેથી કરીને જોનાર વ્યક્તિને તેનો એક હાથ ન હોય એવું લાગે. આ અંગે રાકેશે જણાવ્યું કે, તે મૂળ રાજસ્થાનના કોટા શહેરનો છે. તેની એક મોટી ગેંગ છે. જેમાં અનેક સભ્યો છે. સુમન જેવો જ પકડાયો ત્યારે બાકીના સાથીઓ ત્યાંથી તરત જ ગાયબ થઈ ગયા હતા.
જાણવા મળ્યું છે કે, ઈન્દોર પહેલા આ બધા યુવકો દિલ્હીના રસ્તાઓ ઉપર ભીખ માંગતા હતા. પરંતુ, કેટલાક સમય પહેલા દિલ્હીમાં કડકાઈ થઈ હતી. હાલમાં રસ્તા ઉપર દેખાતા ભિખારીઓ ઉપર કાર્યવાહી થવાની શરુ થઈ ગઈ હતી. જેના કારણે તે પોતાના સાથીઓ સાથે ઇન્દોર આવી ગયો હતો. શહેરની વિવિધ ચોકડીઓ ઉપર ભીખ માંગવાનું શરુ કર્યું હતું. તેણે સ્વીકાર્યું કે, તે દરરોજ એક હજાર રૂપિયાની ભીખ માંગી લે છે. ઉપરાંત જ્યારે તેને કેમેરા સામે પોતાની હરકત દેખાડવાનું કહ્યું તો તે હાથ જોડવા લાગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.