VIDEO: 500 રૂપિયાની લાલચે ખોલી ભિખારીની પોલ, મોટાભાગના ભિખારી આવા જ હોય છે

Beggar viral video: ઘણા લોકો એવા હોય છે જે મજબૂર હોય છે અને પોતાની મજબૂરી બતાવી લોકો પાસેથી પૈસા માંગે છે. જેનાથી તે પોતાનું ભરણપોષણ કરે છે. આવા લોકોની મદદ કાયમ અન્ય લોકો કરતા જ હોય છે. જોકે અમુક લોકો એવા પણ હોય છે જે આનો ફાયદો (Beggar viral video) ઉઠાવે છે. જે લોકો કામ કરવામાં સક્ષમ હોય છે, તેવા લોકો પણ નાટક કરી ભીખ માંગતા જોવા મળે છે. આ ઘટનાને સાબિત કરતો વીડિયો સામે આવ્યો છે, જેમાં 500 રૂપિયાની લાલચમાં એક ભિખારીની પોલ ખુલી ગઈ છે.

વાયરલ થઈ રહેલ વિડિયો દિલ્હીના પ્રીત વિહારનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં એક છોકરો ઘોડીની મદદથી પહોંચે છે અને કારમાં બેઠેલા વ્યક્તિ પાસે ભીખ માંગવાની શરૂ કરે છે. ત્યારબાદ કારચાલક તેને 500 ની નોટ બતાવી એક શરત મૂકે છે કે ભીખ માંગનારો વ્યક્તિ તેમાં ફસાઈ જાય છે. હવે કંઈક એવું થયું કે તેની પોલ ત્યાં જ ખુલી જાય છે અને આ વિડીયો લોકો વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોશો કે કાર સવાર કહે છે કે જો તું આ ઘોડી વગર મને દોડીને બતાવ તો 500 ની નોટ તારી થઈ જશે. આ વાત સાંભળતા જ વ્યક્તિ એક્ટિવ થઈ ગયો અને તેણે પોતાની ઘોડી રસ્તા પર ફેંકી દોડવા લાગ્યો. ત્યારબાદ કાર સવારે આ છોકરાને પૂછ્યું કે આવું તું શા માટે કરે છે તો તે કહેવા લાગ્યો કે હું ટેટુ બનાવું છું અને મારા પપ્પા મશીન લઈને મહાકુંભ ગયા હતા. જેના કારણે મારે મારી માતા માટે આ કરવું પડી રહ્યું છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે અને કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આજે તમે આ બાળકને શીખવાડ્યું કે સાચું બોલવાથી 500 રૂપિયા નથી મળતા. તેમજ અન્ય એક વ્યક્તિએ લખ્યું કે આ છોકરાએ એક્ટિંગ તો જબરદસ્ત કરી. આ ઉપરાંત પણ લોકો જાતભાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.