સુરત(SURAT): 12 તારીખના રોજ કામરેજના પાસોદરામાં ફેનિલ ગોયાણી નામના એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયાની ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ ઝેરી દવા પી હાથની નસ કાપી હતી. ત્યારબાદ પોલીસે તેને સારવાર અર્થે સિવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિવલ હોસ્પિટલમાં આજરોજ તેને રજા આપતા જાણવા મળ્યું કે, ફેનિલે ઝેરી દવા પીવાનું નાટક કર્યું હતું અને હાથની નસ પણ કાપી નથી પરંતુ માત્ર ચામડી જ કાપી હોવાનું સામે આવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ જણાવ્યું કે, જે તે સમયે લાવ્યા ત્યારે એના (ફેનિલ) હાથના કાંડા પર 5-6 સેમીનો ઘા હતો. તપાસમાં લોહીની નસ બચી ગઈ હતી. માત્ર માસ જ કપાયું હતું. તાત્કાલિક ઓપરેશનમાં લઈ લગભગ 10 ટાંકા લીધા હતા. ઝેરી દવા પીધી હોવાની કોઈ હિસ્ટ્રી ન હતી પણ ઉંઘની ગોળીઓ પહેલેથી જ લેતો હોવાનું ફેનિલ કહી રહ્યો હતો.
સિવિલ હોસ્પીટલમાં ફેનીલને ઓપરેશન બાદ સ્ટેબલ થયા પછી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં રીફર કરી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, તેના હાથના કાંડાની પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. ફેનીલને E-3 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં ફેનીલ પોલીસ બંદોબસ્ત હેઠળ છે. હવે પરિવારજનોને મળવા દેવા કે નહીં એ કામ પોલીસનું છે.
ગ્રીષ્મા હત્યા કેસમાં હોસ્પિટલમાં દાખલ ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ડોક્ટરો કહી રહ્યા છે કે એની તબિયત સ્થિર છે. એટલે આજે રજા આપવામાં આવી રહી છે. બસ એની ડિસચાર્જ કાર્ડ બને એટલી જ વાર, હાલ કોઈ પણ પ્રકારના બીજા કોઈ કોમ્પ્લિકેશન દેખાતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.