જાહેરમાં હિરોપંતી કરવી ભારે પડી ગઈ! સ્ટંટ કરતા યુવક સાથે બન્યું એવું કે, જોઇને પેટ પકડીને હસવા લાગશો

તમે ઘણા બાઇક સવારોને રસ્તા વચ્ચે સ્ટંટ(Stunt) કરતા જોયા હશે. મોટાભાગના યુવાનો પોતાનું ગૌરવ વધારવા માટે આવા સ્ટંટ કરતા હોય છે. એક યુવકને આ કરવું…

તમે ઘણા બાઇક સવારોને રસ્તા વચ્ચે સ્ટંટ(Stunt) કરતા જોયા હશે. મોટાભાગના યુવાનો પોતાનું ગૌરવ વધારવા માટે આવા સ્ટંટ કરતા હોય છે. એક યુવકને આ કરવું ખૂબ જ ભારે પડ્યું છે. સ્ટંટ કરતી વખતે યુવક સાથે કઈક એવું બન્યું જેને જોઇને તમે પણ પેટ પકડીને હસવા લાગશો.

યુવક રોડ પર બાઇક સાથે સ્ટંટ કરતો હતો અને…
વીડિયોમાં જોઈને લાગે છે કે યુવકનો સ્ટંટ બળદનું ટોળું પસંદ નથી કરતું. આ પછી તેણે યુવક સાથે એવું કંઈક કર્યું, જેને જોઈને હસીને તમારું પેટ દુખી જશે. વિડિયો જોઈને તમારા મોઢામાંથી નીકળી જશે ‘કેમ ભાઈ સ્વાદ આવી ગયો’ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ બાઇક રાઇડરની ખુબ જ મજાક બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

વીડિયોમાં જોઈ શકાય છે કે વચ્ચેના રસ્તા પર એક છોકરો તેની બાઇક સાથે સ્ટંટ બતાવવાનું શરૂ કરે છે. જમીન પર ઊભો રહીને તે બાઇકને રમકડાની જેમ ફેરવતો રહે છે. આ દરમિયાન તેને ખ્યાલ નહોતો કે તેની સાથે કંઈક ખરાબ થવાનું છે. જ્યારે યુવક સ્ટંટ કરતો હતો ત્યારે બળદનું ટોળું ભડક્યું હતું. ત્યારપછી તે યુવકનો પીછો કરીને ભાગી જાય છે. બળદના ટોળાને જોઈને યુવક પણ ગભરાઈ જાય છે અને બાઇક પર કાબુ રાખી શકતો નથી.

વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે આખલાઓ યુવકનો પીછો કરે છે ત્યારે યુવક કોઈક રીતે બાઇક પર બેસવાનો પ્રયાસ કરે છે. જેમ તે બાઇક પર બેસીને ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, ત્યારે બળદનું ટોળું પણ તેની પાછળ દોડે છે. આખલાઓ તેના સ્ટંટથી એટલા ગુસ્સે છે કે તેઓ તેને દૂર સુધી દોડવા મજબૂર કરે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *