જન્મદિવસનાં દિવસે જ ઊઠી યુવકની અર્થી- સમગ્ર ઘટના જાણીને આંસુ નહીં રોકી શકો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગાઝીપુરમાં (Ghazipur) માં ઢાબા ઉપર જન્મદિવસ મનાવવા ગયેલા એક ગ્રામ વિકાસ અધિકારીની હત્યા કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, કાલિકા ઢાબા…

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગાઝીપુરમાં (Ghazipur) માં ઢાબા ઉપર જન્મદિવસ મનાવવા ગયેલા એક ગ્રામ વિકાસ અધિકારીની હત્યા કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, કાલિકા ઢાબા ઉપર ખાવા અંગે વિવાદ થયો હતો. ગ્રામ વિકાસ અધિકારી જિય યાદવ જૌનપુરના ડોભી વિકાસ ખંડમાં તૈનાત હતા.

ઢાબા ઉપર ખાવાના વિવાદને લઈને ઢાબામાં ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે ભારે મારામારી થઈ હતી. આ દરમિયાન વિજયનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધીને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વિજય યાદવનો બુધવારે જન્મદિવસ હતો. તે પોતાના દોસ્તો સાથે કાલિકા ઢાબા ઉપર જન્મદિવસ મનાવવા માટે ગયો હતો. આ દરમિયાન કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો અને મારા મારી પણ થઈ હતી.

જેમાં વિજય યાદવ અને તેમના મોટા ભાઈ સોમા યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વિજયને સારવાર માટે ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. મારામારીમાં ઘાયલ સોમાની હાલત પણ ગંભીર જણાવવામાં આવી રહી છે.

વિજય યાદવ ગ્રામ વિકાસ અધિકારીના પદ ઉપર ફરજ બજાવતા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા ઢાબાના કેટલાક કર્મચારીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી. અને ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ઢાબાના મેનેજર સહિત 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક ડો. ઓમપ્રકાશ સિંહ કાલિકા ઢાબા ઉપર પહોંચ્યા હતા. ઘટના સ્થળનું ઝિણવટ પૂર્વક અવલોકન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સીઓ સીટી ઓજસ્વી ચાવલા તેમને કોતવાલ વિમલ કુમાર મિશ્રાને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે. ઘટના સ્થળથી પેપ્સીના બોટલના ટુકડા અને રોડ મળ્યા છે. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *