ચેન્નઈ: જે લોકો અંધ છે તેઓ દુનિયાનો આણંદ માણી શકતા નથી. પરંતુ, સપના તો દરેક વ્યક્તિ જુએ છે. તેમાંના કેટલાક એવા પણ લોકો છે જે આ પરિપૂર્ણ કરે છે અને દરેક માટે ઉદાહરણ બને છે. આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશું જે આંખેથી જોઈ શકતા નથી. આ વ્યક્તિનું નામ છે બાલા નાગેન્દ્રન.
આ વ્યક્તિ ભલે જોઈ શકતા નથી, તેમણે આ દુનિયા જોઈ નથી, પરંતુ તેમની મહેનતને કારણે તેમણે જે સપનું જોયું હતું તે સપનું પૂરું કર્યું છે. બાલા નાગેન્દ્રનની કહાની બાલા નાગેન્દ્રને IAS બનવાનું સપનું જોયું એટલું જ નહીં પરંતુ તેમને પૂર્ણ પણ કર્યું. જાણવા મળ્યું છે કે, બાલા નાગેન્દ્રન ચેન્નઈના છે. તેમના પિતા આર્મીમાંથી નિવૃત્ત છે અને ચેન્નાઈમાં ટેક્સી ચલાવે છે.
તેમની માતા ગૃહિણી છે. તેમણે પોતાનું શિક્ષણ ચેન્નાઈથી જ પૂર્ણ કર્યું છે. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, જેના કારણે તેમને IASની તૈયારી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે UPSCની સફર શરૂ કરી અને તમિલ ભાષામાં પોતાનું 10મું ધોરણ પૂર્ણ કર્યું છે. તેમણે બી.કોમની ડિગ્રી મેળવીને યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી.
જાણવા મળ્યું છે કે, વર્ષ 2011માં તેમણે પહેલી વખત UPSCની પરીક્ષા આપી હતી. જેમાં તે નાપાસ થયા હતા. તે સતત 4 વર્ષ સુધી નિષ્ફળ રહ્યા. પરંતુ, તેમણે મહેનત કરવાનું બંધ કર્યું નહીં અને 5માં પ્રયાસમાં સફળતા મળી. જોકે, માર્ક્સ ઓછા હોવાને કારણે તેમને IASના પદ માટે પસંદ કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ તેમણે તે છોડી દીધું અને તેમના લક્ષ્ય પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું અને તૈયારી ચાલુ રાખી.
તેમણે વર્ષ 2017માં ફરી UPSCની પરીક્ષા આપી, જેમાં તે માત્ર એક નંબરથી પાછળ રહી ગયા. તેમ છતાં તેમણે હિંમત ન હારી અને સતત પ્રયત્ન ચાલુ રાખ્યા. વર્ષ 2018માં, તે ફરી એકવાર નાપાસ થયા. આખરે તેમનું સ્વપ્ન સાકાર થયું. આટલી નિરાશાનો સામનો કર્યા બાદ પણ તેમણે હાર ન માની પણ મહેનત ચાલુ રાખી. વર્ષ 2019માં તેમણે UPSCમાં 659મો રેન્ક મેળવીને IAS બનવાનું સપનું પૂરું કર્યું હતું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.