UP sambhal accident: ઉત્તર પ્રદેશના(UP sambhal accident) સંભલમાં એક દુઃખદાયક દુર્ઘટના ઘટી છે. જેમાં એક બોલેરો(bolero) કારએ એક બાઈક સવારને ટક્કર મારી અને પછી તેને ઢસડીને બે કિલોમીટર સુધી દૂર લઈ ગયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવારનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસ તરફથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોલેરો સવાર એક્સિડન્ટ કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. હૈયું હચમચાવી દેનાર આ વીડિયોને જોઈને એટલું જ કહી શકાય છે કે કોઈ આવું કરી જ કેવી રીતે શકે?
સંભલ પોલીસ સ્ટેશન વિસ્તારના મુરાદાબાદ રોડ પર આ એકસીડન્ટ થયું છે. બોલેરો કારએ પાછળથી બાઈકને ટક્કર મારી અને બાઈક સવાર રોડ પર પડી ગયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. બાઈક સવારના મૃત્યુ બાદ તેના પરિજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને તેઓએ માગણી કરી હતી કે આ વાહન ચાલકને ઝડપથી પકડી પાડવામાં આવે.
આ એકસીડન્ટમાં ગજબની વાત એ છે કે બોલેરો કાર ચાલે છે બાઈકને ટક્કર માર્યા બાદ કાર રોકી ન હતી. સામાન્ય રીતે ગાડી નીચે કોઈ મોટો પથ્થર પણ આવી જાય છે તો ગાડી લોકો રોકી દે છે. એવામાં આ વ્યક્તિએ બાઈકને બે કિલોમીટર સુધી ઢસડી હતી. આ દરમિયાન જે કોઈએ પણ આ જોયું તેના રુવાંડા બેઠા થઈ ગયા હતા.
Uttar Pradesh: In district #Sambhal, a Bolero with BJP sticker first hit a bike rider and then dragged the bike for 2 KM.
— Mahua Moitra Fans (@MahuaMoitraFans) December 30, 2024
સંભલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધ તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે જેમાં ગાડીનો નંબર દેખાઈ રહ્યો છે. જાણકારી મળી રહી છે કે આ બોલેરો કાર એક સ્થાનિક નેતાની છે જે કોઈ ગામનો સરપંચ પણ છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App