અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવામાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં વટવામાં પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા માટે પરિણીતાએ પોતાના જ ઘરમાંથી ચોરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પતિએ ચોરીની ફરિયાદ નોંધાવતા પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. 8 લાખ રૂપિયાની ચોરી કેસની તપાસમાં વળાંક આવતા પોલીસ દ્વારા બે મહિલાની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
22 જુલાઈના રોજ નિગમ રોડ નજીક આવેલા રાજપથ બંગલોઝમાં ચોરી થઈ છે તેવો કોલ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન આવ્યો હતો. જેના આધારે વટવા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શર કરવામાં આવી હતી. શરૂઆતથી જ પોલીસને પ્રબળ શકયતા હતી કે ઘરની જ કોઈ વ્યક્તિ આ ચોરીમાં સંડોવાયેલી છે. પરંતુ, પોલીસ માત્ર યોગ્ય અને સાયન્ટિફિક પુરાવાઓની રાહ જોઈ રહી હતી.
જાણવા મળ્યું છે કે, વટવા પોલીસને એ તમામ પુરાવાઓ મળી ગયા હતા. ચોરીમાં ફરિયાદીની પત્નીના ફિગરપ્રિન્ટ મળી આવતા તેની પૂછપરછમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોરીમાં ઘરની વહુ એટલે કે ફરિયાદીની પત્ની જ આરોપી છે તેવું સાબિત કર્યું હતું. આ ઉપરાંત તેની મદદગારીમાં જે મહિલા સામેલ હતી તે બીજુ કોઈ નહીં પણ મહિલા આરોપી રિદ્ધિની ફોઈ સાસુ રોહિણી નીકળી હતી, જેથી પોલીસ દ્વારા આ બન્નેની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં ખુલાસો થયો હતો કે, ફરિયાદીની પત્નીએ પોતાના બોયફ્રેન્ડને મોંઘો આઈફોન ગિફ્ટ આપવા માટે ચોરી કરી હતી. બોટાદના યુવક સાથે પ્રેમ સંબંધ થયા બાદ રિદ્ધિ તેને ગિફ્ટ આપતી હતી. ફોઈ સાસુનો પ્રેમી પણ દેવાદાર થતા ફોઈને આર્થિક મદદ કરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં તેણે પણ ચોરીમાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોતાના જ ઘરમાં આ રીતે ચોરી કરવી તેને લઈને હાલ બન્ને મહિલાઓનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
સમગ્ર ચોરી કેસમાં વટવા પોલીસ દ્વારા સમગ્ર મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે. આરોપી મહિલાને જેની સાથે પ્રેમ સંબંધ હતા તે પુરુષ બોટાદ રહેતો હોવાનું સામે આવ્યું છે. તેને પણ પૂછપરછ માટે વટવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે. આ ચોરી કેસમાં તેના પ્રેમીની ભુમિકા સામે આવશે તો પોલીસ દ્વારા તેની પણ ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.