હાલમાં એક એવી ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ દુઃખ થશે. પંજાબમાં આવેલ ગુરુદાસપુરથી એક એવી ઘટના સામે આવી રહી છે કે, જે આપણને ચોંકાવી દે તેવી છે. અહીં પરિવારના કુલ 3 સભ્યોએ ઝેર પી ને આપઘાત કરી લીધો છે.
મૃતકના પુત્રનો આક્ષેપ રહેલો છે કે, જ્યારે તેની માતાએ ભાઈ પાસે પૈસા માંગ્યા તો મામાએ તેમને ઝેર મોકલતા જણાવ્યું કે, તેઓ પોતાના પરિવાર સાથે આપઘાત કરી લે, નહીં તો તે ત્યાં આવીને પરિવારને મારી નાંખશે. અહીં ઉલ્લેખનીય છે કે, આ ઘટના પંજાબમાં આવેલ ધારીવાલમાં બની છે.
અહીં એક બહેને ભાઈની પાસે આર્થિક મદદની માંગી તો ભાઈએ બહેનને આપઘાત કરી લેવાનું સૂચન કરી દીધું હતું. ભાઈના આવાં સૂચનથી દૂ:ખી થઈને બહેને વીડિયો બનાવીને પહેલા સોશિયલ મીડિયા પર નાખ્યો તેમજ ન્યાયની માંગણી કરી હતી.
ત્યારપછી તેણે પોતાની 16 વર્ષની પુત્રી તથા પતિ સાથે ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. આ મહિલાનું નામ ભારતી શર્મા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મહિલાની પોતાના ભાઈ પ્રદીપ શર્મા સાથે પૈસાની લેવડ-દેવડ હતી. હાલમાં પોલીસે 10 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આની સાથે જ મૃતકના પુત્રનો આરોપ રહેલો છે કે, પોતાના મામા સાથે પૈસાની લેવડ-દેવડ હતી. જ્યારે તેની માતાએ પૈસાને લઈ વાત કરી તો તેના મામાએ ઝેરીલી દવા મોકલીને જણાવ્યુ કે, તે આ દવા પી ને આપઘાત કરી લે, નહીં તો એનાં પરિવારને મારી નાંખશે. ત્યારબાદ રાત્રે પરિવારના 3 સભ્યોએ સોશિયલ મીડિયા પર વીડિયો નાખ્યા પછી આપઘાત કરી લીધો હતો.
પુત્રનો આક્ષેપ છે કે, આ ઘટના માટે તેના મામા તથા તેના સાથી જવાબદાર છે કે, જેમણે પરિવારને આપઘાત કરવા માટે મજબૂર કર્યાં હતાં. તેના મામા તેમજ સાથીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો આ બાબતે SP હરવિંદર સિંહ સિંધુએ કહ્યું હતું કે, અમને જાણ થઈ છે કે, ધારીવાલ વિસ્તારમાં એક પરિવારના 3 સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle