હાલમાં રાજ્ય્મ્જા કોરોનાના કેસ ખબ જ ઝડપથી વધી રહ્યા છે. તે દરમ્યાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ સાંજે 4 વાગ્યે રાજ્યનાં સંતો-મહંતોઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સનાં માધ્યમ દ્વારા કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ અંગે સંવાદ-સેતુથી જોડાશે. આ સંવાદ-સેતુમાં શ્રી રત્નસુંદરજી મહારાજ સાહેબ, નમ્રમુની મહારાજ સાહેબ, વ્રજરાજકુમાર, દ્વારકેશલાલજી, બ્રહ્મવિહારીસ્વામી, સંત સ્વામી – વડતાલ, ત્યાગવલ્લસ્વામી, શેરનાથ બાપુ, અવિચલદાસજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, શંભુપ્રસાદ ટૂંડિયા, મૌલાના લુકમાન તારાપુરી, રાઈટરેવ સિલ્વન વગેરે વિવિધ ધર્મ સંપ્રદાયનાં સંતો-મહંતો જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાજ્યમાં જ્યારે કોરોનાની પરિસ્થિતિ વણસી હતી ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ ધર્મ-સંપ્રદાયોનાં વડાઓ સહિત અનેક ક્ષેત્રોનાં વિવિધ મહાનુભાવો સાથે સંવાદ-સેતુ રચ્યો હતો. ગુજરાતમાં ફરી એકવખત કોરોનાનાં કારણે સાંપ્રત પરિસ્થિતિ વિકટ જણાઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સાંજે 4 વાગ્યે સંતો-મહંતો સાથે આ અંગે ચર્ચા-વિમર્શ કરવાનું નક્કી કર્યું છે. આ સાંપ્રત સ્થિતિમાં ધર્મ-સંપ્રદાય અને અનુયાયીઓની ભૂમિકા અંગે પણ સંભવત: તેમાં ચર્ચા થશે.
ગુજરાત પર જ્યારે-જ્યારે કોઈ કુદરતી કે કૃત્રિમ આફત આવે છે ત્યારે-ત્યારે વિવિધ ધર્મ-સંપ્રદાયો આગળ આવી સરકાર સાથે મળી સામાજિક સેવાનું કાર્ય કરતા હોય છે. તદુપરાંત કેટલાંક ધર્મ-સંપ્રદાયોનાં વિવિધ સૂચનો પણ હોય છે અને સરકાર તેમજ સમાજને મદદરૂપ થવાની તેમની તૈયારી પણ હોય છે. આ તમામ બાબતને ધ્યાને લેતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથે સંવાદ-સેતુ રચવાનો નોંધનીય નિર્ણય લીધો છે.
કદાચ હાલની પરિસ્થિતિ મુજબ ભારતમાં સૌ પ્રથમ એવા મુખ્યમંત્રી ગુજરાતનાં વિજયભાઈ રૂપાણી છે જે સાંપ્રત સમયમાં સરકાર, સમાજ અને સંતો-મહંતો વચ્ચે સંવાદ-સેતુ રચી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં એકમેકને મદદરૂપ થવાની અનોખી પહેલા કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વિવિધ ધર્મ-સંપ્રદાયનાં સંતો-મહંતો સાથેનાં સંવાદ-સેતુમાં સાંપ્રત સમય પર વિવિધ વિચારો તથા સલાહ-સૂચનોનું આદાનપ્રદાન થશે અને જરૂરી નિર્ણયો લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.