અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ‘રામ શરણે’: 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Ayodhya Ram Mandir Poojari: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું લખનૌ ખાતે નિધન થઈ ગયું છે. હોસ્પિટલએ પણ આ વાતની (Ayodhya Ram Mandir Poojari) પુષ્ટિ કરી છે. તેઓ 3 ફેબ્રુઆરીના રોજથી હોસ્પિટલમાં દાખલ હતા અને હુમલો આવ્યા બાદ તે ન્યુરોલોજી વોર્ડમાં એડમીટ હતા.

હોસ્પિટલના મુખ્ય ડોક્ટર આર કે ધીમાનના જણાવ્યા અનુસાર ડોક્ટરોની દેખરેખમાં સતત તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. બ્રેઇન સ્ટ્રોક ઉપરાંત સત્યેન્દ્ર દાસને ઘણી અન્ય બીમારી પણ હતી. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેમનો જીવ બચી શક્યો ન હતો. હોસ્પિટલમાં દાખલ હતા તે દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પણ થોડા દિવસ પહેલા ત્યાં પહોંચી તેમના હાલ ચાલ પૂછ્યા હતા.

રામનગરીમાં શોકની લહેર
રામ મંદિર ટ્રસ્ટએ સત્યેન્દ્ર દાસના સ્વર્ગવાસ પર શોક વ્યક્ત કર્યો છે. અયોધ્યાના અન્ય મંદિરોમાં પણ શોકની લહેર છે. થોડા દિવસો પહેલા તેમનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લખનૌમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. રામ મંદિર ટ્રસ્ટએ આચાર્ય સત્યેન્દ્ર દાસના સ્વર્ગવાસની પુષ્ટિ કરી છે.

બુધવારના રોજ માઘ પૂર્ણિમાના પવિત્ર દિવસે સવારે 7:00 વાગ્યા આસપાસ શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ મહારાજએ લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 1993થી શ્રી રામ લલ્લાની પૂજા કરી રહ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપતરાય અને મંદિર વ્યવસ્થા સાથે જોડાયેલા અન્ય લોકોએ મુખ્ય પૂજારીના સ્વર્ગવાસ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પણ શ્રીરામ મંદિર અયોધ્યાના મુખ્ય પૂજારી શ્રી સત્યેન્દ્ર દાસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ લખ્યું કે પરમ રામભક્ત, શ્રી રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યા ધામના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર કુમાર દાસ મહારાજનું નિધન અત્યંત દુઃખદ એવમ સામાજિક તેમજ આધ્યાત્મિક જગતની અપુરણીય ક્ષતી છે. તેમની શ્રદ્ધાંજલિ. પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરીએ કે પૂર્ણ આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે તથા શોકાતુર શિષ્યો તેમ જ ભક્તોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ઓમ શાંતિ.