વતન જવા ચાલતી નીકળેલી મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપી દીધો, જાણો શું થયું

શહેરથી પગપાળા પોતાના ગામ પાછી ફરી રહેલી ગર્ભવતી મહિલાએ કપરા તડકામાં રોડ પર જ બાળકને જન્મ આપ્યો. હજુ બાળક થવાની ખુશી સારી રીતે મનાવી પણ ન હતી કે મહિલા પ્રસુતિના બે કલાક બાદ જ બાળકને પગપાળા લઈને ચાલવા લાગી. આ ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં સામે આવ્યો છે.

lockdown માં નાસિક થી 30 કિલોમીટર પહેલા પગપાળા ચાલીને આવી રહેલી બે મજૂરોની પત્નીઓ ગર્ભવતી હતી. જેમાં એક મહિલા શકુંતલા એ મહારાષ્ટ્રના પીપરી ગામ માં બાળકને જન્મ આપ્યો.

રોડના કિનારે જ સાથે ચાલી રહેલી મહિલાઓએ સાડીની આડશ કરી મહિલાને પ્રસૂતિ કરાવી. વગર હોસ્પિટલ ગયે, વગર કોઈ ચેકઅપ કરીએ, અને વગર કોઈ ડોક્ટરને મળીએ જન્મ બાદ મહિલા પછી ભૂખી તરસી જ પગપાળા અંતર કાપવા લાગી.

આ પરિવાર પગપાળા ચાલતા જ રવિવારે મધ્યપ્રદેશના સેંધવા પહોંચ્યો. સાથે ચાલી રહેલા અન્ય મજુર ની પત્ની 8 માસની ગર્ભવતી હતી. પરંતુ આ આકરા તાપમાં પણ પોતાની મુસાફરી ચાલુ રાખી હતી.

પગપાળા ચાલતા ચાલતા છેલ્લે તેઓ સેન્ધવા પહોંચી ગયા. આ તમામ લોકોને સતના જવાનું છે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર પર ગ્રામીણ થાના પ્રભારીની નજર તેમના પર પડી. આ લોકો સાથે વાતચીત અને તેમનો દુઃખ સમજ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી તેમને isolation સેન્ટર લઈ જવામાં આવ્યા. ત્યારબાદ બંને મહિલાઓને સેંધવાના જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

મહિલાના પતિ રાકેશે જણાવ્યું કે અમે નાસિક થી ૩૦ કિ.મી દૂર રહીએ છીએ. ત્થીયાં આવીએ છીએ અને મધ્યપ્રદેશના સતના જીલ્લામાં પગપાળા જઈ રહ્યા છીએ. મારી સાથે મારી પત્ની અને બાળકો છે. ત્યાંથી ચાલ્યા અને પીપરી ગામ સુધી પહોંચ્યા તો મારી પત્નીને ડિલિવરી થઈ ગઈ. બાઈ લોકોએ તેમને પકડી સાઈડમાં લીધી અને સાડીઓની આડશ કરી ડિલિવરી કરાવી. અમે ત્યાં બે કલાક રોકાયા અને પછી પોતાના ગામ જવા પત્ની અને બાળકોને લઇ પગપાળા ચાલી નીકળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *