ઠંડીએ વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો- અમદાવાદ સહીત ઘણા શહેરોમાં ઠંડીથી લોકોના હાલ ‘બેહાલ’

ગુજરાત(Gujarat)માં હાલ ઠંડીએ તેનો વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો છે. લગભગ મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે. તે ઉપરાંત ઉત્તર ભારત(North India)માં હાલ હિમવર્ષા(Snowfall)ની અસર જોવા મળી રહી છે. જયારે આગામી સમયગાળામાં ઠંડીના પ્રમાણમાં હજુ પણ ઘટાડો થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. તેમજ ગુજરાતના અમદાવાદ(Ahmedabad), ગાંધીનગર (Gandhinagar)આ ઉપરાંત બીજા પણ 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જોવા મળ્યું હતું.

6.7 ડિગ્રી તાપમાનને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ અમદાવાદમાં તોડયો હતો:
જાણવા મળ્યું છે કે રાજ્યમાં ઠંડીનું જોર હાલ યથાવત દેખાય રહ્યું છે. જયારે મોટાભાગના શહેરોમાં તાપમાન હજુ પણ નીચે જતા લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. કાતિલ ઠંડીમાં અચાનક જ વધારો થતા ગુજરાત હિલસ્ટેશનમાં ફેરવાયું છે. તેમજ પાટનગર ગાંધીનગરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. જાન્યુઆરી મહિનાનું રેકોર્ડમાં સૌથી નીચું તાપમાન 4.3 ડિગ્રીએ નોંધવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ 6.7 ડિગ્રીએ તોડાયો હતો.

અચાનક વધતી ઠંડીના કારણે જનજીવન પર અસર:
રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન અચાનક વધતી જતા એક જ દિવસમાં નવ ડિગ્રી માયનસ ચાર ડિગ્રી તેમજ ગુરૂશિખરમાં માયનસ સાત ડિગ્રી જેટલું તાપમાન નોધાતાં છુટીછવાય હિમવર્ષા થઇ હતી. જયારે માઉન્ટ આબુમાં અચાનક ઠંડી વધવાને કારણે જનજીવન પર અસર દેખાય હતી.

‘યલો એલર્ટ’ કર્યું જાહેર:
ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર આ ઉપરાંત બીજા પણ 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જોવા મળ્યું હતું. જયારે રાજ્યભરમાં આગળના ચાર દિવસ સુધી આ ઠંડી રહેવાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમજ આગામી 28 જાન્યુઆરી સુધી ‘યલો એલર્ટ’ પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે. ગત રાત્રિએ ગાંધીનગરના સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *