સુરત શહેરમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાની ચુંટણીમાં શાનદાર રીતે 27 સીટો જીતીને વિપક્ષ તરીકે બેઠી છે. વિપક્ષમાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય થઇ રહી છે અને ગામડે ગામડે જઈને જેમ બને તેમ વધુને વધુ લોકોને પોતાના તરફ ખેંચી રહી છે.
આમ આદમી પાર્ટી આગામી ચુંટણીમાં સતાપરીવર્તન લાવે તો નવાઈ નહિ. દિવસેને દિવસે અસંખ્ય લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગામડે ગામડે જઈને આમ આદમી પાર્ટી દ્વારા જન સવાંદ યોજી રહ્યા છે અને હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના સમર્થમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો બાબરા તાલુકાના રાયપર ગામનો છે. બાબરા તાલુકાના રાયપર ગામ થી અમરેલી મુકામે જાન ગઈ હતી અને જાનમાં જાનૈયા તથા માંડવીયા અને વરરાજા એ પોતે અને બંને વેવાઈએ આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની ટોપી પહેરી આમ આદમી પાર્ટીને અનોખું સમર્થન જાહેર કરેલ છે.
આ અંગે આમ આદમી પાર્ટી અને સમગ્ર અમરેલી કારોબારી ટીમે જાનૈયા તથા માંડવીયાઓનો આભાર વ્યક્ત કર્યો છે. આ પ્રકારનું સમર્થન મળવું એક નવાઈની વાત કહી શકાય. યુવાનોમાં હવે આમ આદમી પાર્ટીનો રંગ ચડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અનેક યુવાનો આમ આદમી પાર્ટીની પ્રતિભા અને કાર્યથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.