સુરતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં હાલ કોરોના વાયુવેગે વધી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વધારેમાં વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આવા સંજોગોમાં પણ લોકોને બહાર ફરવાનું જોઈએ છે. રજાના દિવસોમાં સુરતીઓ એવી રીતે બહાર ફરવા નીકળી જાય છે કે પરિસ્થિતિ સામાન્ય હોય. આજરોજ એટલે કે રવિવારે સુરતીઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે.
જો સુરતીઓ આજે બહાર ફરવા નીકળ્યા તો પોલીસ તંત્ર કડક પણે આ લોકો સામે કાર્યવાહી કરશે. સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ વાયુવેગે વધી રહ્યું છે. તેમ છતાં સુરતની જનતા લાપરવા થઈને શહેરના રસ્તાઓ પર રજાના દિવસે બિન્દાસપણે રખડવા નીકળી પડે છે. લોકડાઉન બાદ અનલોક ની જાહેરાત પછી સુરત શહેરમાં ઘણા લોકો આડેધડ સોશિયલ ડીસટન્સના ધજાગરા ઉડાડતા નજરે ચડી ગયા છે.
સુરત શહેરના વેસુ વીઆઈપી રોડ અને ગૌરવપથ ઉપર સુરતીઓ ચટાઈ પાથરીને ફૂટપાથ ઉપર જમવા બેસતા દ્રશ્યો ગયા અઠવાડિયે શનિવાર અને રવિવારના રોજ જોવા મળ્યા હતા. લોકો એવી રીતે બહાર દેશી રહ્યા છે કે આખા શહેરમાં મેળો ભરાય ને બેઠો હોય. કોઈ પણ લોકોને કોરોના પ્રત્યે ગંભીરતા નથી. લોકોની આ બેદરકારી હવે પોલીસ તંત્ર ચલાવશે નહીં. આજરોજ એટલે કે રવિવારના રોજ સુરત શહેરના ગૌરવપથ અને વીઆઈપી રોડ પર પોલીસ કમિશ્નર R B Brahmbhatt કડક પોલીસ બંદોબસ્ત મુકવા સુચના આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news