કોરોનાવાયરસ મહામારી વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં લાગુ કરવામાં આવે lockdown ના કારણે મજૂરો લાંબા સમયથી ફસાયેલા છે. હવે લગભગ એક મહિના બાદ તેમને ઘરે જવાની પરવાનગી મળી છે, તો કેન્દ્ર સરકારે રેલ ના ભાડા નો ખર્ચો મજૂરો પાસેથી વસૂલવાનો નિર્ણય કર્યો છે.તેના પર રાજનીતિ નિવેદનો ઝડપી બન્યા છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એને લઇને મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાત મંદ મજુરોના રેલવે ટિકિટ નો ખર્ચો ઉઠાવશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો છે કે પ્રદેશ કોંગ્રેસ કમિટી દરેક કામદાર ના ઘરે પાછા ફરવાની રેલ યાત્રાની ટિકિટનો ખર્ચ ઉઠાવશે અને જરૂરી પગલાં પણ રહેશે.
कांग्रेस अध्यक्षा, श्रीमती सोनिया गांधी का बयान
भारतीय राष्ट्रीय कांग्रेस ने यह निर्णय लिया है कि प्रदेश कांग्रेस कमेटी की हर इकाई हर जरूरतमंद श्रमिक व कामगार के घर लौटने की रेल यात्रा का टिकट खर्च वहन करेगी व इस बारे जरूरी कदम उठाएगी। pic.twitter.com/DWo3VZtns0
— Congress (@INCIndia) May 4, 2020
સોમવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત ચાર કલાકના નોટીસ પર lockdown થયા બાદ દેશમાં મજૂરો પોતાના ઘરે જવા થી વંચિત રહી ગયા છે.1947 બાદ દેશમાં પહેલી વખત આ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે જ્યારે લાખો મજુરો પગપાળા હજારો કિલોમીટર ચાલી ઘરે જઈ રહ્યા છે.
સોનિયા ગાંધીએ નિવેદનમાં કહ્યું કે જ્યારે અમે લોકો વિદેશમાં ફસાયેલા ભારતીયોને વગર કોઈ ખર્ચે પાછા લઈ આવી શકે છે, તો ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનાથી સો કરોડ રૂપિયા ખર્ચ કરી શકીએ છીએ,જો રેલ મંત્રાલય પ્રધાનમંત્રી રાહત કોષમાં ૧૫૧ કરોડ રૂપિયા આપી શકે છે તો પછી મુશ્કેલીના સમયમાં મજૂરો પાસે ભાડાનો ખર્ચ કેમ નથી ઉઠાવી શકતા.
ઉલ્લેખનીય છે કે 24 માર્ચે જ્યારે lockdown લાગુ થયું ત્યારે લાખોની સંખ્યામાં મજૂરો જ્યાં હતા ત્યાં ફસાયેલા રહી ગયા હતા.જેના બાદ હવે લગભગ ૪૦ દિવસો પછી તેમને ઘરે જવાની પરવાનગી મળી છે.રાજ્ય સરકારના નિવેદન ઉપર કેન્દ્ર સરકારે તેના માટે સ્પેશિયલ ટ્રેન ની મંજૂરી આપી છે.
પરંતુ આ દરમિયાન મજૂરોના ભાડાનો ખર્ચો રાજ્ય સરકાર ઉઠાવશે, જે મજૂરો પાસેથી જ લેવામાં આવી રહ્યું છે.રેલવે મંત્રાલયના આ નિર્ણયની ખુબ આલોચના કરવામાં આવી છે અને ફક્ત રાજનીતિક દળ અને અન્ય રાજ્ય સરકારોએ પણ તેનો વિરોધ કર્યો છે આ ઉપરાંત સોશીયલ મિડીયા પર તેની આલોચના થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news